BREAKING NEWS

સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતને મેઘરાજા 5 દિવસ ધમરોળશે, હવામાન વિભાગે કરી મોટી આગાહી

  • July 01, 2026 06:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન વિભાગ દ્વારા આગામી 5 જુલાઈ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની ગંભીર આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે આજે ૧ જુલાઈના રોજ સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં 'રેડ એલર્ટ' જાહેર કરાયું હતું. વહેલી સવારથી જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી હતી. સવારે ૬ વાગ્યાથી લઈને સાંજના ૪ વાગ્યા સુધીના માત્ર ૧૦ કલાકના સમયગાળામાં જ રાજ્યના ૭૨ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ આકાશી આફત વલસાડ જિલ્લામાં જોવા મળી છે, જ્યાં વાપીમાં સૌથી વધુ સવા પાંચ ઈંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયો છે, જ્યારે વલસાડના જ ઉમરગામમાં પણ સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબકતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.


આવતીકાલે ૨ જુલાઈએ ૧૩ જિલ્લાઓ એલર્ટ પર: ૪ જિલ્લામાં રેડ એલર્ટ

ચોમાસાની આ સિસ્ટમ વધુ સક્રિય બનતા હવામાન વિભાગ દ્વારા આવતીકાલે ૨ જુલાઈના રોજ પણ રાજ્યના કુલ ૧૩ જિલ્લાઓ માટે ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના ૪ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાને પગલે 'રેડ એલર્ટ' યથાવત રાખવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વહીવટી તંત્રને પણ સ્ટેન્ડબાય રહેવાના આદેશ આપવામાં આવ્યા છે જેથી કોઈ પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળી શકાય.​​​​​​​


5 જિલ્લામાં ઓરેન્જ અને રાજકોટ સહિત 4 જિલ્લામાં યલો એલર્ટ

રેડ એલર્ટ ઉપરાંત, હવામાન વિભાગે અન્ય ૫ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરીને 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના મુખ્ય કેન્દ્ર રાજકોટ સહિત અન્ય ૪ જિલ્લાઓમાં 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે, જ્યાં પણ છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. વરસાદની આ તીવ્રતાને જોતા માછીમારોને દરિયો ન ખેડવાની અને નાગરિકોને નીચાણવાળા વિસ્તારો તેમજ નદી કિનારાથી દૂર રહેવાની કડક સૂચના આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application