BREAKING NEWS

ભારે કરી...ખેડૂતોના શ્વાસ અદ્ધર કરતી અંબાલાલ પટેલની આગાહી, ઠંડી વચ્ચે પડશે વરસાદ, જાણો તારીખ

  • November 09, 2025 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી ઠંડી વચ્ચે વરસાદની આગાહી કરી છે. જેનાથી ખેડૂતોના શ્વાસ અદ્ધર થયા છે. હાલ ખેડૂતો જીરૂ, ધાણા, ડુંગળી, લસણ સહિતના શિયાળુ પાકની વાવણી કરી રહ્યા છે. બીજી તરફ કપાસનો પાક પણ તૈયાર થઈ ગયો છે ત્યારે કમોસમી વરસાદ ફરી તેના પર પાણી ફેરવે તેવી શક્યતા વ્યક્ત કરી છે. 


18 નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની આગાહી

અંબાલાલ પટેલે 18 નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં આગાહી કરવામાં આવી છે, 18 નવેમ્બર આસપાસ ઉપસાગરમાં સિસ્ટમ સર્જાશે અને લો પ્રેશર 22 નવેમ્બર સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. આથી 20થી 30 નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.


ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે

અંબાલાલ પટેલે એક સપ્તાહ સુધી લઘુત્તમ તાપમાન 1થી 2 ડિગ્રી ઘટશે અને ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી કરી છે. સાથોસાથે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે, બંગાળ ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે. જેના કારણે 18થી 25 નવેમ્બર દરમ્યાન વાતાવરણમાં પલટો આવશે અને 27 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે. 11 જાન્યુઆરીથી ઠંડીનું પ્રમાણ વધશે અને 16 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે સાથે સાથે 22 જાન્યુઆરી સુધીમાં વરસાદ થવાની શક્યતા છે.


18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાના સંકેત

23 નવેમ્બરથી 28 નવેમ્બર સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા તારીખ 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાના સંકેત રહેતા તારીખ 18 થી 25 નવેમ્બરમાં હવામાનમાં મોટો પલટો આવી શકે છે, બંગાળમાં વાવાઝોડું લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં આવી શકે છે અને બીજો એક પશ્ચિમી વિક્ષેપ તારીખ 6 થી 9 ડિસેમ્બરમાં આવવાની શક્યતા રહેશે અને વાદળછાયું વાતાવરણ રહેશે, 22 ડિસેમ્બરથી દેશના ઉત્તર પ્રદેશના ભાગોમાં ભારે વરસાદથી હિમ ચાદર થવાની શક્યતા રહેશે.


તારીખ 4થી 8 નવેમ્બરમાં ઉતર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. જેના કારણે ગુજરાતના હવામાન પર અસર થઈ શકે છે અને ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે, પરંતુ હાડ થીજવતી ઠંડી 22 ડિસેમ્બરની આસપાસ આવી શકે છે, દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમચાદર ફેલાઈ જશે અને 27 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે.


22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે

અંબાલાલ પટેલનું કહેવું છે કે, 22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે.


12 નવેમ્બર સુધી રાજ્યમાં સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી



હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીની આગાહી કરતાં જણાવ્યું છે કે, 12 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી છે. જ્યારે ન્યૂનતમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ સુધી 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા છે. જેમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડીનો અનુભવ થશે. ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લાઓમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application