મેટોડા જીઇઆડીસીમાં વાહનમાંથી થયેલી ચાર બેટરીની ચોરીનો ભેદ મેટોડા પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે રાજકોટમાં રહેતા ચાર શખસોને ઝડપી લીધા હતાં. તેની પાસેથી ૧૨૦ બેટરી મળી આવી હતી. પોલીસે હાલ આ બેટરીઓ શક પડતી મિલકત તરીકે કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ગઇ તા.૨૭/૦૨/૨૦૨૬ ના રાત્રીના અજાણ્યા બે શખસોએ ફરીયાદી ધ્રુવવભાઇ સુરેશભાઇ મીયાત્રા(રહે.અનંતા કૈફે કાંદમ્બરી સોસાયટી શેરી નં.૧ રાજકોટ) ની મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં.૩ ની સામે મણીદ્રીપ મંદિરની બાજુમાં ગોકુલ ટ્રાન્સપોર્ટની ઓફિસની આગળના ભાગે પડેલ ટાટા ટીપર ગાડી નં.જીજે -03-બીવી-5128 માંથી ૧૫૦ પાવરની બે બેટરી તથા તેમના પાડોશી આશિષભાઇ ફુગશીયાની આઇસર ટ્રાન્જીસમીક્ષર(ટી.એમ) ગાડી નં.જીજે-03-એચઇ-4884 માંથી ૧૫૦ પાવરની બે બેટરી મળી કુલ- ૪ બેટરી કિ.રૂ.૨૦,૦૦૦ ના મુદામાલની ચોરી થઇ હતી. જે અંગે મેટોડા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તા. ૨૮/૨/૨૦૨૬ ના રોજ નોંધવવામાં આવી હતી.
બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ મેટોડા જી.આઈ.ડી.સીના પીઆઇ એસ.એચ.શર્માની રાહબરીમાં અલગ અલગ ટીમો બનાવી નેત્રેમ સીસીટીવી કંટ્રોલ રૂમની મદદ લઇ હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ સોર્સીસ આધારે કિશન ભરતભાઇ વસાણી (ઉ.વ.૨૫ રહે.હુડકો ચોકડી વિનોદનગર મેઇન રોડ આર.એમ.સી કવાટૅર સામે રાજકોટ, મુળ જુનાગઢ), પ્રશાંત નિતીનભાઇ માંડલીયા(ઉ.વ.૨૩ રહે.કોઠારીયા મેઇન રોડ પટેલ પાકૅ પ્લોટ નં.૫૯ સોમનાથ સોસાયટી રાજકોટ), સચિન સંજયભાઇ કથીરીયા(ઉ.વ.૨૫ રહે.ગ્રીનલેન્ડ ચોકડી મોરબી રોડ ગાયત્રી સોસાયટી શેરી નં.૨ રાજકોટ મુળ ગામ.સણોસરા તા.જી.રાજકોટ),મકસુદ અબ્દુલભાઇ બાકરોલીયા(ઉ.વ.૩૩રહે.કોઠારીયા સોલ્વટ મોહમ્મદીબાદ શેરી નં.૨ રાજકોટ) ને ઝડપી લઇ ચોરીના આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ બેટરી નંગ૪ બેટરી કિ.રૂ.૨૦ હજાર તથા અન્ય જુદી જુદી બેટરીઓ મળી કુલ ૧૨૦ બેટરી કિ.રૂ.૨૬,૪૦૦ ની શક પડતી મિલ્કત ગણી કબ્જે કરવામાં આવી છે. આરોપીઓએ અન્ય કયાં સ્થળે બેટરીની ચોરી કરી તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
આ કામગીરીમાં મેટોડા જી.આઇ.ડી.સી પીઆઇ એસ.એચ.શર્મા,હેડ.કોન્સ. યોગીરાજસિંહ જાડેજા,કોન્સ. રાજદીપસિંહ ગોહિલ, રવુભાઇ ગીડા, શક્તિસિંહ જાડેજા, તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ રાજકોટ ગ્રામ્યના હેડ કોન્સ. અક્ષયરાજસિંહ જાડેજા સાથે રહ્યા હતાં