BREAKING NEWS

માઈકલ જેક્સનની બાયોપિકએ ચાર દિવસમાં ૧૬ કરોડ કમાઈ લીધા

  • April 27, 2026 10:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલમાં, ત્રણ ફિલ્મો – 'માઈકલ', 'ભૂત બાંગ્લા' અને 'ધૂરંઘર ૨' – ભારતીય બોકસ ઓફિસ પર દર્શકીનું મનોરંજન કરી રહી છે. 'કિંગ ઓફ પોપ' માઈકલ જેક્સનની બાયોપિક 'માઈકલ' ના રિલીઝ થયાને ચાર દિવસ થઈ ગયા છે. જાફર જેક્સનની ફિલ્મે તેના શરૂઆતના સપ્તાહના અંતે ભારતીય બોકસ ઓફિસ પર સારી કમાણી કરી હતી દરમિયાન, 'ધુરંધર' છેલ્લા ૪૦ દિવસથી અને 'ભૂત બંગલા ' ૧૧ દિવસથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. 'માઈકલ' ને ફિલ્મ વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. અહેવાલ મુજબ, ફિલ્મે ત્રીજા દિવસે ૫.૫૦ કરોડની કમાણી કરી હતી. ચાર દિવસમાં ફિલ્મે ૧૬ કરોડની ચોખ્ખી કમાણી કરી છે અને ભારતીય બોકસ ઓફિસ પર ૧૯.૨૦ કરોડની કમાણી કરી ..રણવીર સિંહની સ્પાય પ્રિલર ફિલ્મ 'ઘુરંઘર ૨' એ ૩૯મા દિવસે (૨૬ એપ્રિલ) ૩.૪૦ કરોડની કમાણી કરી. ફિલ્મની કુલ કમાણીની વાત કરીએ તો, 'ધુરંધર ધ રિવેન્જ' એ ભારતીય બોકસ ઓફિસ પર ૧,૧૩૦.૫૯ કરોડની કમાણી કરી છે. વિશ્વવ્યાપી બોકસ ઓફિસ પર, ફિલ્મે ૧,૭૭૭.૫૨ કરોડની કમાણી કરી છે. અહેવાલ મુજબ, 'ભૂત બંગલા' એ ૧૦ દિવસે ૧૨.૫૦ કરોડ કલેક્શન કર્યા. આનાવી ફિલ્મની કુલ કમાણી ૧૧૩.૪૦ કરોડ વઈ ગઈ, ’ભૂત બંગલા' ના વિશ્વવ્યાપી કલેકશન વિશે વાત કરીએ તો, આ હોરર કોમેડી ફિલ્મે ૧૭૯.૪૮ કરોડની કમાણી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application