મોટી ખાવડી સીમ, ગાગવાધાર વિસ્તારમાં રહેતા એક આધેડે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઇ ગઇ છે, લોન પર લીધેલી રીક્ષાના હપ્તા ભરાય તેમ ન હોય જેની ચિંતામાં આ પગલુ ભરી લીધુ હોવાનું પોલીસ ચોપડે જાહેર કરાયું છે.
મોટી ખાવડી સીમ ગાગવાધાર ખાતે રહેતા ખીમાભાઇ હીરાભાઇ સંજોટ (ઉ.વ.૫૦) નામના આધેડએ લોન પર સીએનજી રીક્ષા લીધી હતી, જેના હપ્તા ભરાય તેમ ન હોય જેની ચિંતામાં રહેતા ગત તા. ૨-૧૧-૨૫ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા જી.જી. હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ હતું, આ બનાવ અંગે મોટી ખાવડીમાં રહેતા રામા હીરાભાઇ સંજોટએ પોલીસમાં જાણ કરતા મેઘપર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, બનાવના કારણે પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી.