BREAKING NEWS

મોરબીના કોયલી ગામે આધેડ ઉપર સગ્ગા ભાઈ–ભત્રીજાનો હુમલો

  • October 21, 2025 09:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છોડાવવા વચ્ચે પડેલા માતા–પુત્રને ધોકાથી માર મારતા મહિલાને હાથમાં ફેકચર: ખેતીની જમીનમાં પાણી વાળવા બાબતે માથાકૂ



મોરબીના રામગઢ કોયલી ગામે પિતા પુત્ર અને ઉપર સગ્ગા ભાઈ ભત્રીજાએ ધોકા વડે હત્પમલો કરતા ઇજા થઇ હતી, પિતા–પુત્રને છોડાવવા વચ્ચે પડેલા ભાભીને પણ ધોકા ફટકારતા હાથમાં ફેકચર થયું છે. માતા–પુત્રને મોરબી સારવાર આપવામાં આવ્યા બાદ આધેડને વધુ ઇજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની પ્રા વિગત મુજબ મોરબીના રામગઢ કોયલી ગામે રહેતા વિનોદભાઈ દેવજીભાઈ લોહિયા (ઉ.વ.૪૯)ના આધેડ ગઈકાલે સવારે અગ્યારેક વાગ્યે વાડીએ હતા ત્યારે મોટો ભાઈ અમરશી અને તેના પુત્ર કૈલાશએ કૂવાની મોટર ચાલુ ન કરવા દેવાનું કહી ઝગડો કરી પાઇપથી આડેધડ મારમારતા છોડાવવા વચ્ચે પડેલા પત્ની રામીબેન (ઉ.વ.૪૬) અને પુત્ર જયદેવ (ઉવ.૨૧)ને પણ પાઇપના ઘા મારી દેતા ત્રણેયને ઇજા થવાથી મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા યાં રામીબેનને હાથમાં ફેકચર હોવાનું નિદાન થયું હતું અને પુત્ર જયદેવને માથામાં છ જેટલા ટાકા આવ્યા હતા. વિનોદભાઈના સગ્ગા હીરાભાઈના કહેવા મુજબ બધા ભાઈઓની વાડીમાં પાણી પીવડાવા માટે સહિયારો કૂવો છે, ગઈકાલે વિનોદભાઈ તેમના પત્ની અને પુત્ર વાડીએ હતા ત્યારે કુવા પાસે મોટર ચાલુ કરવા ગયા ત્યારે મોટો ભાઈ અમરશિયાને તેનો પુત્ર કૈલાશએ મોટર ચાલુ નથી કરવા દેવી કહી માથાકૂટ કરી હત્પમલો કર્યેા હતો. વધુ તપાસ મોરબી તાલુકા પોલીસે હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application