BREAKING NEWS

કાંગશિયાળી પાસે હાઇવે પર કારે બાઇકને હડફેટે લેતા ગોંડલમાં રહેતા આધેડનું મોત

  • October 22, 2026 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગોંડલ હાઇવે પર કાંગશિયાળી ગામની સીમમાં ખોડીયાર ચોકડી પાસે કારે બાઇકને હડફેટ લેતા બાઈકચાલક ગોંડલમાં રહેતા આધેડને ગંભીર ઈજા વા સબબ સારવાર દરમિયાન તેમનું મોત યું હતું. આધેડ ગોંડલી રાજકોટ નવુ સીમકાર્ડ કઢાવવા જતા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવ અંગે મૃતકના પુત્રની ફરિયાદ પરી શાપર વેરાવળ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.



અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલ સવારના સુમારે કાંગશિયાળી ગામની સીમમાં ખોડીયાર ચોકડી પાસે રાજકોટ ગોંડલ હાઇવે પર આઇ- ૧૦ કાર નંબર જીજે ૧ આર.વી. ૩૩૪૮ વાવડી તરફી આવતી હોય જેણે બાઈક નંબર જીજે ૩ એમજી ૧૯૮૮ ને હડફેટે લેતા બાઈક ચાલક ભાવેશભાઈ છગનભાઈ સીદપરા (ઉ.વ.૪૬ રહે. માર્કેટીંગ યાર્ડ પાછળ, શ્રીનાજી સોસાયટી, ગોંડલ) ગંભીર રીતે ઘવાયા હતા.


જોકે અકસ્માતની ઘટના બાદ કારચાલક જ પોતાની કારમાં ઘવાયેલા આધેડને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. અહીં સારવાર દરમિયાન આધેડે હોસ્પિટલ બીછાને દમ તોડી દીધો હતો. બનાવની જાણ તા શાપર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.


અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અકસ્માતમાં મૃત્યુ પામનાર ભાવેશભાઈ સિદપરાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

આધેડ ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે સવારે તેઓ ગોંડલી રાજકોટ નવું સીમકાર્ડ કઢાવવા માટે બાઈક લઈને જતા હતા દરમિયાન કાર ચાલકે હડફેટે લેતા તેમનું મોત યું હતું. બના અંગે આધેડના પુત્ર આકાશ ભાવેશભાઈ સિદપરા (ઉ.વ.૨૩) ની ફરિયાદ પરી પોલીસે કારચાલક સુમિત સુખાભાઈ ટીલાળા (રહે. રાજકોટ) વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application