BREAKING NEWS

ભગતીપરામાં પરપ્રાંતીય યુવકને ગળે છરી રાખી લૂંટ ચલાવી: બે ઝડપાયા

  • October 27, 2025 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસની ઓસરતી જતી ધાકના લીધે ગુનેગારો બેફામ બન્યા: યુવાન વતન રૂપિયા મોકલવા જતો અને રૂા.૭,૫૦૦ની લૂંટ: આરોપીઓ પૈકી એક ટોઈંગવાનનો કર્મચાર



રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી તળીયે પહોંચી ગઇ છે. લુખ્ખા અને માથાભારે તત્વોને પોલીસનો કોઇ ખૌફ ન રહ્યો હોય તેમ સામાન્યથી લઇ ગંભીર ગુના આચરતા સહેજ પણ અચકાતા નથી. ત્યારે આ વાતની પ્રતિતી કરાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ત્યારે ભગવતીપરામાં પરપ્રાંતીય યુવાનના ગળે છરી રાખી ધોળા દિવસે ૭૫૦૦ ની લૂંટ ચલાવવામાં આવી હતી. જે અંગે યુવાનની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો. બીજી તરફ એસઓજીની ટીમે ગણતરીની કલાકોમાં બે આરોપીને ઝડપી લીધા હતાં. જેમાં એક આરોપી વાહન ટોંઇગ કરવાનું કામ કરે છે. જયારે લુંટમાં સામેલ અન્ય એક આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે રાજકોટમાં પારેવડી ચોક પાસે લાતી પ્લોટમાં રહેતાં મૂળ ઉત્તરપ્રદેશના વતની મોહીતકુમાર દીનેશકુમાર ગૌતમ (ઉ.વ.૧૯) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ત્રણ અજાણ્યાં શખ્સોના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં તેના મિત્રો સાથે છેલ્લા બે મહીનાથી રહે છે અને લાતી પ્લોટ શેરી ન.૪ માં પુનિતભાઈને ત્યા સાડીના રગં કામનું કામ કરે છે. ગઈકાલે બપોરના ચારેક વાગ્યાની આસપાસ તે અને તેનો મિત્ર છુટકાકુમાર ઘરેથી ભગવતીપરામા આવેલ દર્શ નામની દુકાને તેમની પાસે રહેલ સાડા સાત હજાર પિયા વતન પરિવારને મોકલવા જતો હતો.
દરમિયાન તે બન્ને મિત્રો ભગવતીપરા પુલ નીચે રેલ્વેના પાટા પહેલા મેલડીમાતાના મંદીર પાછળ આવેલ ખરાબા પાસે પહોંચતા સામેથી ત્રણ અજાણ્યા શખ્સો તેમની પાસે ઘસી આવ્યા હતા અને તેમા ત્રણેય પૈકી એક શખસે યુવાનના ગળા પર છરી રાખી કહ્યું હતું કે, તમારી પાસે જેટલા પૈસા હોય તે આપી દો કહેતાં તેને કહેલ કે, અમારી પાસે કઈં નથી, જેથી ત્રણેય શખ્સો ગાળાગાળી તથા ઝપાઝપી કરવા લાગતાં યુવાનને ગળામા અને હાથમા ઇજા થયેલ હતી. બે શખસોએ જબરદસ્તી કરી યુવાનના પેંટના ખીસ્સામા રાખેલ સાડા સાત હજાર પીયા બળજબરીથી ઝુટવી લીધેલ તે દરમિયાન મીત્ર છુટકાકુમાર ત્યાથી ભાગી ગયો હતો.
યુવાન જોરજોરથી બુમો પાડવા લાગતાં આરોપીઓ નાસી ગયા હતાં. જે બાદ દોડી આવેલ તેમના મિત્રોએ ૧૧૨ મા ફોન કરતા પોલીસ દોડી આવી હતી અને બાદમાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી લુંટા ત્રિપુટીને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.
દરમિયાન ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસપી ક્રાઇમ બી.બી.બસીયાની માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ વી.કે.ઝાલા તથા ટીમ તપાસમાં હતી દરમિયાન એએસઆઇ રાજેશભાઇ બાળા,હેડ કોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે લુંટ ચલાવનાર ત્રિપુટી પૈકી કુલદીપ ઉર્ફે રાજ મોહનભાઇ મકવાણા(ઉ.વ ૧૯ રહે. ભગવતીપરા ત્રીમૃતી ચોક), જય ઉર્ફે જયલો વિક્રમભાઇ મકવાણા(ઉ.વ ૨૩ રહે. પારેવડી ચોક, ખોડીયારપરા) ને ઝડપી લીધા હતાં. જયારે તેના ત્રીજા સાથીદારનું નામ રોહિત ધર્મેન્દ્રભાઇ દડૈયા(રહે. ખોડીયારપરા, પારેવડી ચોક) હોવાનું માલુમ પડયું છે. આરોપીઓએ કડકી દુર કરવા માટે લુંટ ચલાવી હોવાની કબુલાત આપી હતી. આરોપીઓ પૈકી જય ઉર્ફે જયલો વાહન ટોંઇગ કરવાનું કામ કરે છે. ફરાર આરોપી રોહિત સામે અગાઉ માલવીયાનગર પોલીસ મથકમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાઇ ચૂકયો હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News