BREAKING NEWS

ખંભાળિયા નજીક ટ્રેક્ટર અકસ્માતમાં પરપ્રાંતિય યુવાનનું કરૂણ મૃત્યુ

  • November 26, 2025 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામે રહેતા અને મજૂરી કામ કરતા મૂળ રાજસ્થાન રાજ્યના રહીશ એવા ટીકમચંદ્ર જીવણરામ નામના એક શ્રમિક યુવાન સોમવારે સાંજના સમયે તેમના કાકાને દીકરા એવા પિતરાઈ ભાઈ ઘનશ્યામભાઈ મદનલાલ રાઠોડ સાથે ધતુરીયા ગામના એક આસામીને વાડીમાં કૂવો ખોદવાનો કામ કરી રહ્યા હતા. 


ત્યારે આર.જે. ૨૨ આર.સી. ૩૪૦૮ નંબરના એક ટ્રેક્ટર ચલાવતા ઘનશ્યામભાઈ મદનલાલ રાઠોડ ખંભાળિયાથી આશરે ૨૩ કિલોમીટર દૂર ગોલણ શેરડી અને ભાડથર ગામ વચ્ચે પહોંચતા રોડની એક સાઈડમાં ખાડો આવવાના કારણે ટ્રેક્ટરનું આગળનું ટાયર ખાડામાં ફસાઈ ગયું હતું અને ટ્રેક્ટરના ચાલક ઘનશ્યામભાઈ રાઠોડએ ટ્રેક્ટર પરનો કાબુ ગુમાવી દેતા આ ટ્રેક્ટર ખાડામાં પડી ગયું હતું. જેના કારણે ટ્રેકટરમાં જઈ રહેલા ટીકમચંદ્ર ટ્રેક્ટર નીચે દબાઈ ગયા હતા.


આથી ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ૧૦૮ મારફતે ટીકમચંદ્રને અહીંની સહકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
​​​​​​​

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ બબલુસિંગ જીવણરામ (ઉ.વ. ૨૪, રહે. રાયપુર તાલુકો, જી. પાલી- રાજસ્થાન)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ટ્રેકટરના ચાલક એવા તેમના પિતરાઈ ભાઈ ઘનશ્યામભાઈ મદનલાલ રાઠોડ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application