BREAKING NEWS

માઈલી સાઈરસને હવે વિશ્ર્વ પ્રસિદ્ધ ‘હોલિવૂડ વોક ઑફ ફેમ’માં સ્થાન

  • May 25, 2026 08:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોલીવુડ વોક ઑફ ફેમઅમેરિકાના લોસ એન્જેલસ શહેરમાં આવેલી એક પ્રખ્યાત માર્ગ પર બનાવવામાં આવ્યું છે. અહીં રસ્તાની ફૂટપાથ પર ગુલાબી રંગના પાંચ કોણવાળા તારાના આકારમાં જાણીતા કલાકારોના નામ લખાયેલા હોય છે. ફિલ્મો, સંગીત, ટેલિવિઝન, રેડિયો અને નાટ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર કલાકારોને આ સન્માન આપવામાં આવે છે. આ પરંપરાની શ‚આત વર્ષ ૧૯૬૦માં થઈ હતી. તેનું મુખ્ય ઉદ્દેશ મનોરંજન ઉદ્યોગના દિગ્ગજોને કાયમી સન્માન આપવાનો હતો. સૌથી પહેલું સ્ટાર અભિનેત્રી જોન વુડવર્ડને આપવામાં આવ્યું હતું. ત્યારથી લઈને આજ સુધી હજારો કલાકારોના નામ અહીં ઉમેરાયા છે. ડિઝનીના લોકપ્રિય કાર્યક્રમ હન્ના મોન્ટાનાથી વિશ્વભરમાં ઓળખ મેળવનારી માઈલી સાઈરસ હવે આ યાદીમાં સામેલ થઈ છે. તેઓ ‘હોલીવુડ વોક ઑફ ફેમ’માં સ્થાન મેળવનારી ૨૮૪૫મી હસ્તી બની છે. આ ક્ષણ તેમના માટે અત્યંત ભાવુક બની ગઈ હતી. લોસ એન્જલિસની પ્રસિદ્ધ વાઇન સ્ટ્રીટ પર હજારો ચાહકો માઈલી-માઈલીના નારા લગાવી રહ્યા હતા ત્યારે અભિનેત્રી પણ ભાવુક થઈ ગઈ હતી. ખાસ વાત એ છે કે આ સન્માન તેમને એવા સમયે મળ્યું છે, જ્યારે તેમના લોકપ્રિય કાર્યક્રમ ‘હન્ના મોન્ટાના’ને લગભગ ૨૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ‘હન્ના મોન્ટાના’ એક સમય બાળકો અને કિશોરોમાં ખૂબ જ લોકપ્રિય કાર્યક્રમ હતો. વિશ્વભરમાં અનેક યુવતીઓ માટે આ કાર્યક્રમ ખાસ ઓળખ બની ગયો હતો.  માઈલી સાઈરસે આ કાર્યક્રમથી જ પોતાની કારકિર્દીને વૈશ્વિક ઓળખ અપાવી હતી. આ ખાસ સમારંભ દરમિયાન માઈલી સાઈરસ આકર્ષક પહેરવેશમાં રેડ કાર્પેટ પર પહોંચી હતી. તેમની માતા ટિશ સાઈરસ, બહેન બ્રાન્ડી સાઈરસ અને મંગેતર પણ તેમની સાથે હાજર રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application