BREAKING NEWS

નલિયામાં સિંગલ ડીઝીટમાં આવી ગયું લઘુતમ તાપમાન : 9 ડીગ્રી

  • December 11, 2025 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના અનેક શહેરોમાં લઘુતમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. જો કે અમુક જગ્યાએ તો ગઈકાલ જેટલું જ લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.

આજે નલિયામાં એક ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 9 ડીગ્રી નોંધાયું છે. રાજકોટમાં પણ એકાદ ડિગ્રીનો ઘટાડો ગઇકાલની સરખામણીએ થયો છે અને આજનું લઘુતમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું છે. પોરબંદરમાં સામાન્ય ફેરફાર સાથે આજે 13.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. ભુજમાં આજનું લઘુતમ તાપમાન 14.6 ડિગ્રી છે જે ગઈકાલ કરતા સામાન્ય વધારે છે. ભાવનગરમાં એકાદ ડિગ્રીના ઘટાડા સાથે આજે 14.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.

અમરેલીમાં ગઈકાલે 12 અને આજે 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે આજે અમદાવાદમાં 13.4 વડોદરામાં ૧૨ ડીસામાં 12.7 દ્વારકામાં 18.4 ગાંધીનગરમાં 13 કંડલામાં 14.7 ઓખામાં 20 સુરતમાં 15.6 અને વેરાવળમાં 18.2 ડિગ્રી આજે લઘુતમ તાપમાન રહ્યું છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ જમ્મુ કશ્મીર લદાખ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. તારીખ 13 ના રોજ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્ટ ઊભું થશે અને તેના કારણે વરસાદ અને હિમ વર્ષા ચાલુ જ રહેશે. પંજાબ હરિયાણા મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડીસા કર્ણાટક તેલંગાણા અને મહારાષ્ટ્રના અમુક ભાગમાં કોલ્ડ વેવ જાહેર કરવામાં આવેલ છે.

જમ્મુ કશ્મીર અને હિમાચલ પ્રદેશની સાથો સાથ કેરલા તામિલનાડુ અને લક્ષદીપમાં પણ વરસાદ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application