BREAKING NEWS

ઠંડીમાં ઘટાડો: ગિરનાર પર્વત સિવાય બધે જ લઘુતમ તાપમાન ડબલ ફીગરમા

  • December 27, 2025 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આજે ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન નવ ડીગ્રી નોંધાયું છે તે સિવાય સમગ્ર રાજ્યમાં બધે જ લઘુતમ તાપમાનમાં વધારો થવાના કારણે તે ડબલ ડીજીટમાં આવી ગયું છે. હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ આગામી ચાર-પાંચ દિવસ સુધી લઘુતમ તાપમાનમાં ખાસ મોટો ફેરફાર થશે નહીં અને ત્યાર પછી ત્રણ દિવસમાં બે થી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઊંચે ચડશે આમ આગામી એકાદ સપ્તાહ સુધી ઠંડીમાં વધારાની શક્યતા નથી.

જુનાગઢ શહેરમાં 14 અને ભવનાથ તળેટીમાં 12 ડિગ્રી આજે લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયામાં ગઈકાલે લાંબા સમયગાળા પછી લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડીજીટમાં આવી ગયો હતો પરંતુ આજે ફરી તે ડબલ ડીજીટ માં આવી ગયો છે. નલિયામાં ગઈકાલે 9.5 અને આજે 11.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં ગઈકાલે 13.8 અને આજે 14.4 પોરબંદરમાં ગઈકાલે 14.4 અને આજે 14.2 ભુજમાં ગઈકાલે 14.1 અને આજે 15 ડીસામાં ગઈકાલે 13.6 અને આજે 13.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

અમરેલીમાં ગઈકાલે 13.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન હતું તે આજે વધીને 13.8 ડિગ્રી થઈ ગયું છે ભાવનગરમાં આજે 16.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જે ગઈકાલના 16.2 ડિગ્રીની સરખામણીએ અડધો ડિગ્રી જેટલું વધારે છે઼ વેરાવળમાં આજે ગઈકાલ જેટલું જ 18.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.

અન્ય શહેરોના આજના લઘુતમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 15.2 વડોદરામાં 14.6 ગાંધીનગરમાં 14 સુરતમાં 17.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

શિયાળાની સીઝન અત્યારે તેના પીક ટાઈમ પર હોય છે પરંતુ આ વર્ષે હજુ શિયાળો જામ્યો જ ન હોય તેવું વાતાવરણ જોવા મળે છે. રાજકોટ પોરબંદર સુરત વેરાવળ ભુજ દમણ ડાંગ દીવ સહિતના અનેક શહેરોમાં આજે પણ મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી વધારે રહ્યું છે. સામાન્ય રીતે અત્યારે શિયાળામાં જે રીતે મહત્તમ તાપમાન હોવું જોઈએ તેના કરતા ઘણું વધારે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application