દાહોદ જિલ્લાના મનરેગા કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રની આજે ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા પાંચ કર્મચારીઓની ધરપકડ પોલીસ દ્વારા કરાઈ છે. ત્યારબાદ આજે સવારે મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રોના નામે એજન્સી હોવાથી આજે સવારે બળવંત ખાબડની અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરવામાં આવી છે.
મંજૂર થયેલા કામોના નાણાં ચૂકવાયા બાદ કામ થયા
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજના કૌભાંડ મામલે પાંચ કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી હતી. દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરી દ્વારા ધાનપુર અને દેવગઢબારિયા તાલુકા પંચાયત હસ્તકના મનરેગા કામોમાં થયેલી કામગીરીના ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ થતા મનરેગા યોજના માં માટી મેટલ રોડ જેવા કામગરો ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી એલ વન આવતી એજન્સીને કામ આપવામાં આવે છે જે કામોમાં તપાસ કરાતા મંજૂર થયેલા કામોના નાણાં ચૂકવાયા બાદ કામ થયા નથી .
કાયદાકીય કાર્યવાહી માટે સરકારની મંજૂરી માંગવામાં આવી
આ બાબતે જિલ્લા વિકાસ એજન્સીના નિયામક દ્વારા દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે જવાબદાર કર્મચારીઓને એજન્સીના સંચાલકો વિરુદ્ધ 2011થી લઈને 2024 સુધીમાં 71 કરોડના કામને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તમામ કામોની તપાસ કરી કસૂરવાર સામે કાયદાકીય કાર્યવાહી માટે સરકારની મંજૂરી માંગવામાં આવી હતી.
35 જેટલી એજન્સી સામે ફરિયાદ દાખલ કરી હતી
આ તમામ વચ્ચે ગુજરાત સરકારના મંત્રી અને દેવગઢબારિયા બેઠકના ધારાસભ્ય બચુભાઈ ખાબડ પણ વિવાદમાં આવ્યા હતા કે, 35 જેટલી એજન્સી સામે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં શ્રી રાજ ટ્રેડર્સ શ્રી રાજ કન્સ્ટ્રકશન નામની બે એજન્સીઓ મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડના નામે આવેલી છે. સમગ્ર દાહોદ જિલ્લાના આ બનાવે મંત્રી પુત્રોની સંડોવણીને લઈને ભારે ચર્ચા થઈ હતી અને રાજકીય વાતાવરણ ગરમાયું હતું આ મામલે કોંગ્રેસ દ્વારા આ મંત્રી પુત્રોની ધરપકડ અને મંત્રીના રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી.
બીજી તરફ બંને મંત્રી પુત્ર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા
બીજી તરફ ફરિયાદના પગલે મંત્રી બચુભાઈ ખાબડ ના બંને પુત્રોએ દાહોદની સેશન્સ કોર્ટે મા આગોતરા જામીનની અરજી મૂકી હતી જેના સુનાવણી થાય તે પહેલા આગોતરા જામીન અરજી પાછી ખેંચી લીધી હતી.પરિણામે અનેક તર્ક સર્જાયા હતા બીજી તરફ બંને મંત્રી પુત્ર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને મંત્રી બચુભાઈ ખાબડે આ મામલે મૌન પકડી લીધુ હતું .
તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી
આ સમગ્ર કાર્યવાહીને લઈને ગત કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એવો પણ ઇશારો આપ્યો હતો કે કાયદો કાયદાની રીતે આગળ વધી રહ્યો છે. અહીં નોંધવું જરૂરી છે કે મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલા કામો અધૂરા કરીને કાગળ ઉપર કામગીરી પૂર્ણ બતાવીને રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા કાયદેસરની ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વગર કેટલીક એજન્સીના નામે બિલ મંજૂર કરી નાણા પણ ચૂકવી દેવાયા હતા વર્ષ દરમિયાન મટીરીયલ પૂરું પાડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે તેમાં એલ વન ટેન્ડર ને કામ સોંપવામાં આવ્યું હતું. આ સમગ્ર બાબત વચ્ચે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં ચર્ચામાં રહેલી તુર્કીના રાષ્ટ્રપતિની પુત્રી સુમેય એર્દોગન કોણ છે?
May 17, 2025 04:35 PMમહિલા કોલેજ સર્કલમાં અઢી લાખની માટી નખાયા બાદ તંત્રને લાગ્યુ કે ગારો થશે
May 17, 2025 04:22 PMભાવનગરના વેપારીને અમદાવાદના શખ્સે અર્ધા લાખનો ચૂનો ચોપડ્યો
May 17, 2025 04:17 PM૩૮ ડીગ્રીના તાપમાન અને ૭૭ ટકા સાથેના ભેજથી લોકો અકળાયા
May 17, 2025 03:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech