ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ આજે કેબિનેટની બેઠકમાં હાજર નહીં રહેતા વિવિધ અટકળો તેજ થઈ હતી પરંતુ તેનો જવાબ આપતા મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ દાહોદ ખાતે યોજાનાર છે તેની તૈયારી અને જન સંખ્યા અને લઈને અત્યારે ધાનપુરમાં બેઠક લઇ રહ્યો છું ત્યારબાદ દેવગઢબારિયા અને દાહોદની મુલાકાત જનાર છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મી એ દાહોદની મુલાકાતે આવી રહ્યા છે તેને લઈને ધાનપુર દેવગઢ બારીયા અને દાહોદના વિસ્તારોની મુલાકાતે છું અને સ્થળ મુલાકાત પણ આજે હું કરનાર છું. હું કોઈ ભાગેડુ મંત્રી કે ધારાસભ્ય નથી. હું બજારમાં છું અને લોકો વચ્ચે જ છું.
રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં સૂચક રીતે ગેરહાજર રહ્યા હતા
આજની રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉપસ્થિત નહીં રહેવાના મામલે તેમણે અગાઉથી સીએમને રજા રિપોર્ટ આપ્યો હોવાનું કહ્યું હતું. ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા કેટલાક દિવસથી તેમના પુત્રોના કારસ્તાનને કારણે વિવાદમાં રહ્યા છે આજે તેઓ રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં સૂચક રીતે ગેરહાજર રહ્યા હતા.
બચુ ખાબડ મીડિયાનો સામનો કરવાથી બચી રહ્યા છે
જ્યારથી મનરેગા કૌભાંડ મુદ્દે આક્ષેપોથી બચુ ખાબડની છબી ખરડાઈ છે ત્યારથી બચુ ખાબડ મીડિયાનો સામનો કરવાથી બચી રહ્યા છે. જોકે હવે તો બચુ ખાબડે ગાંધીનગર અને સચિવાલયથી પણ મોઢું સંતાડવાનું મુનાસિબ માન્યું છે. છેલ્લા ત્રણ દિવસથી ખાબડ સચિવાલય નથી આવી રહ્યા.
બચુ ખાબડ છેલ્લા બે દિવસથી સચિવાલય નથી આવી રહ્યા
સોમવાર અને મંગળવાર મુખ્યત્વે મંત્રીઓ માટે સામાન્ય જનતાને મળવાનો સમય હોય છે અને એ બન્ને દિવસ દરમિયાન મંત્રીઓ સચિવાલય ખાતેના તેમના કાર્યાલયે અચૂક હાજરી આપી જનતાને સીધા જ મળતા હોય છે. જોકે બચુ ખાબડ છેલ્લા બે દિવસથી સચિવાલય નથી આવી રહ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech