BREAKING NEWS

રાજ્ય શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ શાળાઓની પ્રત્યક્ષ મુલાકાત લઈ શૈક્ષણિક સ્થિતિનો ચિતાર મેળવ્યો

  • November 24, 2025 10:13 AM 

રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જિલ્લા શિક્ષણ વિભાગની કામગીરીની સમીક્ષા કરી


શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી રિવાબા જાડેજા આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા. 


રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ ખંભાળિયા તાલુકાની દાંતા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ ભૂલકાઓ સાથે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બનાવવામાં આવતી વાનગીઓનો સ્વાદ ગ્રહણ કરી ભોજનની ગુણવત્તાની ખાતરી કરી હતી.



શાળા દ્વારા શિક્ષણ સિવાય બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ અંગે જાણકારી શાળાના આચાર્ય પાસેથી મેળવી હતી. શાળામાં નિર્માણાધિન બાંધકામ મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 


વધુમાં મંત્રીએ ખંભાળિયા તાલુકાના વિંજલપર મોડલ સ્કૂલ મુલાકાત લઈ બાળકોના શિક્ષણ, હોસ્ટેલ, ભોજન સહિત તમામ આનુષંગિક વ્યવસ્થાઓ ચકાસણી કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. શાળા તથા હોસ્ટેલમાં સ્વચ્છતા જાળવવા પર ખાસ ભાર મૂક્યો હતો. 


        
 રાજ્ય શિક્ષણમંત્રીએ ખંભાળિયા સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે જિલ્લા શિક્ષણ વિભાગની સમીક્ષા કરી હતી. તેમજ બાળકોની ઉજ્જવળ કારકિર્દીના સર્જનહાર શિક્ષકોને શિક્ષણની સાથે બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા.

​​​​​​​



 આગામી સમયમાં દરેક બાળક વાંચન, લેખન અને ગણનમાં નબળો ન રહે, વાલીઓ પણ પોતાના બાળકના શિક્ષણ વિશે માહિતગાર થાય તે પ્રકારનું આયોજન સુનિશ્ચિત કરવું, શિક્ષણની સાથે સાથે આપણી સંસ્કૃતિ વિશે પણ બાળકોને માહિતી મળે તેવા ઉમદા પ્રયત્નો કરવા માટે સૌને માર્ગદર્શન આપ્યું હતું. 


આ તકે જિલ્લા શિક્ષણાધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, અગ્રણી સર્વે પી.એસ.જાડેજા, મયુરભાઈ ગઢવી, રસિકભાઈ નકુમ, લુણાભા સુમાણિયા સહિતના જોડાયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application