રાજકોટ કોટડા સાંગાણીના નોંધણચોરા ગામે રહેતા પિતા– પુત્ર પર ગામમાં જ રહેતા દંપતી સહિત ત્રણ શખસોએ પાવડા, લાકડી અને ઈંટ વડે હત્પમલો કર્યેા હતો. યુવાનની બહેન નદીએ નાહવા ગઇ હતી ત્યારે આરોપીનો પુત્ર તેના કપડા લઇ ભાગી ગયો હોય જે બાબતે ઠપકો આપતા તેનો ખાર રાખી આ હત્પમલો કર્યેા હતો. જે અંગે લોધિકા પોલીસે યુવાનની ફરિયાદ પરથી ત્રણ શખસો સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. કોટડા સાંગાણીના નોંધણચોરા ગામે રહેતા મુકેશ વિભુભાઇ વાઘેલા(ઉ.વ.૨૫) નામના યુવાને લોધિકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મગુ કરશનભાઇ વાઘેલા( રહે. નોંધણચોરા) પરેશ રઘુભાઇ વાઘેલા(રહે. લોધિકા) અને જીવુબેન મગુભાઇ વાઘેલા(રહે.નોંધણચોરા) ના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું છે કે, તે પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, તેમના બહેન ગામમાં આવેલી નદીએ નાહવા ગયા હતાં. ત્યારે આરોપી મગુ અને જીવુબેનનો પુત્ર ફરિયાદીના બહેનના કપડા લઇ ઘરે જતો રહ્યો હતો. જેથી ફરિયાદીના બહેનને ભીના કપડે ઘરે આવવું પડયું હતું. જે અંગે બહેને આવી વાત કરી હતી. બાદમાં ફરિયાદી આ બાબતે આરોપીના પુત્રને ઠપકો આપવા જતા બોલાચાલી અને ઝપાઝપી થઇ હતી. બાદમાં આ વાતનો ખાર રાખી ત્રણેય આરોપી મગુ વાઘેલા તેની પત્ની જીવુબેન અને પરેશે મળી રાત્રીના યુવાનના ઘરે આવી ઝડઘો કરી મગુએ યુવાનને માથનાભાગે પાવડાનો ઘા ફટકારી દીધો હતો.જયારે આરોપી પરેશે લાકડી વડે મારમાર્યેા હતો અને જીવુબેને ઈંટનો છુટો ઘા કરી યુવાનના પિતા વિભુભાઇ વાઘેલાને ઇજા પહોંચાડી હતી. જે અંગે યુવાનની ફરિયાદ પરથી લોધિકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે બીએનએસની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૨૫(૧),૫૪ તથા જીપીએકટની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ એએસઆઇ એચ.બી.સોવલીયા ચલાવી રહ્યા છે