BREAKING NEWS

બાઈક આડે ગાય ઉતરતા સ્લીપ થયું: મોબાઈલના વેપારીનું મોત

  • October 04, 2025 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાઇવે પર પશુઓ અચાનક વાહન આડે ઉતરતા જ અકસ્માત સર્જાવાના બનાવ વખતો વખત બની રહ્યા છે. મોટા ભાઈ બાઈક ચાલકો આ અકસ્માતનો ભોગ વધુ બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત મીતાણા નજીક બન્યો છે. રાજકોટના મોબાઈલના ધંધાર્થી યુવકની બાઈક આડે ગાય ઉતરતા બાઈક સ્લિપ થવાથી ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું.


બનાવની મળતી વિગત મુજબ જામનગર રોડ ઘંટેશ્વર એસઆરપી કેમ્‍પ નજીક વર્ધમાન નગરમાં રહેતાં યુવરાજસિંહ અનિરૂધ્‍ધસિંહ સરવૈયા (ઉ.વ.૩૪) સાંજે સાડા આઠેક વાગ્‍યે બાઈક લઈને ટંકારા તરફ જતાં હતાં ત્‍યારે મિતાણા ગામ નજીક અચાનક રોડ પર ગાય આડી ઉતરતા બાઇકમાં અથડાઈ હતી જેના કારણે બાઈક ચાલક રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ થવાથી પ્રથમ ટંકારા અને ત્‍યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. જ્યાં ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.


બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરતા હોસ્પિટલએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવરાજસિંહ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. રામાપીર ચોકડીએ શિવ મોબાઇલ નામે મોબાઇલની દુકાન ધરાવતા હતા. ધંધાના કામે ટંકારા તરફ જઈ રહ્યા હતા ત્યારે બનાવ બન્‍યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application