મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય અને ફાટ્યો હોય તેવા ઘણા કિસ્સા સાંભળ્યા છે. પણ ખિસ્સામાં મોબાઈલ ફાટતા હોય તેવા કિસ્સાઓ જૂજ જોવા મળે છે. ત્યારે કચ્છના લખપતમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, લખપતના ભાડરા ગામના 14 વર્ષના કિશોરના ખિસ્સામાં મોબાઈલ ફાટ્યો હોવાની ઘટના બની છે. મોબાઈલ ફાટતાં કિશોરે સ્માર્ટફોનનો ઘા કરી દીધો હતો, જોકે ફોન ફેંક્યા બાદ વધુ બે ધડાકા થયા હતા. આ દુર્ઘટનામાં કિશોરને સામાન્ય ઈજા પહોંચી હતી.
લખપતમાં કિશોરના ખિસ્સામાં ફાટ્યો મોબાઈલ
લખપત તાલુકાના ભાવડા ગામના રાજવીર અરવિંદ પાયરના ખિસ્સામાં રાખેલો સ્માર્ટફોન અચાનક ફાટ્યો હતો. જેની જાણ થતાં તરત રાજવીરે સ્માર્ટફોનને ખિસ્સામાંથી કાઢીને બહાર ફેંક્યો હતો. પરંતુ આ પછી પણ મોબાઈલમાં વધુ બે ધડાકા થયા હતા.
આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી
કિશોરના ખિસ્સામાં ફોન ફાટવાની ઘટનાને લઈને પરિવારમાં ચિંતા છવાઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. જોકે, ફોન ક્યા કારણોસર ફાટ્યો તેને લઈને કોઈ જાણકારી મળી નથી.