BREAKING NEWS

ગોવર્ધન ચોક પાસે ચાની હોટલના સંચાલકનો મોબાઇલ ફોન ચોરાયો

  • October 09, 2025 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગોવર્ધન ચોક પાસે આવેલ ગોવર્ધન ચાની હોટલમાં ચાર્જિંગ મુકેલો હોટેલ સંચાલકનો ફોન ચોરી થયા અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


ગોવર્ધન ચોક પાસે આવેલ ગોવર્ધન હોટલના માલિક ગોપાલભાઈ બાવનજીભાઈ શીયાળ(ઉં વ ૩૫)(રહે ખોડીયાર કૃપા ખોડીયાર નગર શેરી નંબર ૧૬, મચ્છુ માં ના મંદિર ની સામે ગોવર્ધન ચોક) એ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં કિંમત રૂ.૨૫ હજારનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો શખસ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું કે ગત તા. ૦૨/૧૦ ના રોજ બપોરના બાર વાગ્યાની આસપાસ તેના હોટલમાં કામ કરતા યુવકને ગોવર્ધન પાન પર ફોન ચાર્જમાં મુકવા કહ્યું હતું. બાદમાં ઘરેથી હોટલ પરત ફરી મોબાઈલ ફોન ચાર્જિંગમાંથી લેવા જતા ત્યાં ફોન ન મળતા પાનના થળે બેઠલા યુવકને ફોન અંગે પૂછતા તેને ખ્યાલ ન હોવાનું માલુમ પડયું હતું. જેથી કોઇ અજાણ્યો શખસ મોબાઇલ લઇ ગયાની શંકાઅએ હોટલ સંચાલકના નાના ભાઈ કરણ શીયાળએ ઇ એફઆઇઆર કર્યા બાદ હોટેલ સંચાલકે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application