પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ 15 દિવસ બાદ પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. જેમાં 100થી વધુ આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. ત્યારે યુદ્ધ જેવો ખતરો મંડરાઈ ત્યારે લોકો કેવી રીતે સાવચેત રહે તે માટે ગુજરાતમાં 18 જિલ્લામાં મોકડ્રીલ યોજાઈ રહી છે. 18 જિલ્લામાં સાયરન વાગતા જ મોકડ્રીલ શરૂ કરવામાં આવી છે.
જેના ભાગરૂપે ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ સાંજે 4 વાગ્યે સાયરન વગાડી મોકડ્રિલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મોકડ્રિલ 8 વાગ્યા દરમિયાન યોજાશે. આ ચાર કલાક દરમિયાન વિવિધ શહેરોના લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની સમજ અપાશે. મોકડ્રિલ દરમિયાન સાયરનો વગાડાશે અને સાંજે સાડા 7.30થી 9.00 વાગ્યા દરમિયાન બ્લેક આઉટ પણ કરાશે.
હજીરાના NTPC પાવર પ્લાન્ટમાં બોમ્બ સ્કવોડ પહોંચી
હજીરાના કવાસ ખાતે આવેલા એનટીપીસી પાવર પ્લાન્ટ માં યોજાયેલી મોકડ્રિલમાં બોમ્બ સ્ક્વોડ પહોંચી હતી.
સુરત પોલીસ કમિ. હજીરા એનટીપીસી પાવર પ્લાન્ટ ખાતે પહોંચ્યા
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હજીરાના કવાસ ખાતે આવેલા એનટીપીસી પાવર પ્લાન્ટ ખાતે પહોંચ્યા હતા.
નવસારીમાં મોકડ્રિલ યોજાઈ
નવસારીમાં મોકડ્રિલ થઈ છે. નવસારી મહાનગર પાલિકા ખાતે સાયરન વગાડી નગરજનોને એલર્ટ કરાયા હતા. ત્યાર બાદ મહાપાલિકાના સ્ટાફને એસેમ્બલીમાં ભેગા કરી, સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
ઈમરજન્સીમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક ફાયરના જવાનોએ બચાવી હોસ્પિટલ ખસેડ્યા હતા. સમગ્ર મોકડ્રિલ દરમિયાન વલસાડના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લા કલેકટર, મહાનગર પાલિકા કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ પણ રહ્યા હાજર હતા.
આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદની વટવા જીઆઈડીસીમાં તમામ લોકોને સારવાર અર્થે લઇ જવાયા
અમદાવાદની વટવા જીઆઈડીસીમાં તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા માટે પોલીસ અને સિવિલ ડિફેન્સના માણસોની મદદ લેવામાં આવી હતી સિવિલ ડિફેન્સ અને પોલીસના માણસોએ 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
વડોદરા શહેરમાં ત્રણ જગ્યાએ મોકડ્રિલ
વડોદરા શહેરમાં ત્રણ જગ્યાએ મોકડ્રિલ યોજાઈ છે. જેમાં શહેરના ઇનઓર્બિટ મોલ અને ઓએનજીસી મકરપુરા સાથે જિલ્લામાં મંજુસર જીઆઇડીસીમાં મોકડ્રિલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech