BREAKING NEWS

મોદી અને ટ્રમ્પ ૧૬ મહિના પછી આમને સામને હોર્મુઝ સ્ટ્રેટ, ઉર્જા સહિતના મુદ્દે વિચાર વિમર્શ

  • June 17, 2026 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફ્રાન્સમાં યોજાયેલી જી ૭ સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ૧૬ મહિના પછી પહેલી વાર આમને સામને થશે અને બેઠકમાં પશ્ચિમ એશિયા, હોર્મુઝની સ્ટ્રેટ અને અમેરિકાથી ઊર્જા આયાત જેવા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરશે. અત્યતં નાજુક તબક્કામાંથી વિશ્વ પસાર થઈ રહ્યું હોવા છતાં ભારત અને અમેરિકા લાંબા ગાળાની ઊર્જા ભાગીદારી માટે ઉત્સુક છે.બન્ને દેશો વચ્ચેનો વેપાર કરાર અંતિમ તબક્કામાં હોવાનું અને આગામી થોડા અઠવાડિયામાં તેને અંતિમ સ્વપ આપવામાં આવશે તેવી જાહેરાત
કરવામાં આવી છે. ભારત–અમેરિકા દ્રિપક્ષીય વેપાર કરાર બેઠકનો મુખ્ય વિષય હોવાની અપેક્ષા છે. આ કરાર પર લાંબા સમયથી વાટાઘાટો ચાલી રહી છે, અને અમેરિકાના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે વાટાઘાટો દરમિયાન કેટલાક ટેકનિકલ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
આ બેઠકમાં આર્થિક વિકાસ, સપ્લાય ચેઇન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોકાણ ભાગીદારી અને વૈશ્વિક સુરક્ષા સંબંધિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.પાકિસ્તાન વિદ્ધ ગયા વર્ષના 'ઓપરેશન સિંદૂર' પછી ટ્રમ્પ અને વડા પ્રધાન મોદી વચ્ચે આ પહેલી દ્રિપક્ષીય બેઠક છે. આનો અર્થ એ થયો કે બંને વૈશ્વિક નેતાઓ વચ્ચેની આ બેઠક ૧૬ મહિનાના અંતરાલ પછી થઈ રહી છે. આ બેઠકમાં જે ચાર મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તેમાં પશ્ચિમ એશિયા કટોકટી, હોર્મુઝ સ્ટ્રેટ, અમેરિકાથી ઊર્જા આયાત અને વેપાર કરારનો સમાવેશ થાય છે.પીએમ મોદી ફ્રાન્સના આમંત્રણ પર જી –૭ સમિટમાં પહોંચ્યા છે. તેમના આગમન પર, ફ્રાન્સના રાષ્ટ્ર્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્રારા તેમનું ઉષ્માભયુ સ્વાગત કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન બંને નેતાઓએ એકબીજાને ગળે લગાવીને સ્વાગત કયુ. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય જી–૭ નેતાઓ પણ હાજર રહ્યા હતા.
ભારતને ૫૨મા જી ૭ સમિટમાં ભાગીદાર દેશ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે આ સમિટનો છેલ્લો દિવસ છે. આ સમિટમાં ભારતની ૧૩મી ભાગીદારી છે અને વડા પ્રધાન મોદી સતત સાતમી હાજરી આપી રહ્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે જી–૭ સમિટમાં ભારતની સતત ભાગીદારી શાંતિ, સુરક્ષા, વિકાસ અને પર્યાવરણ જેવા વૈશ્વિક મુદ્દાઓને સંબોધવામાં ભારતની ભૂમિકા અને યોગદાનની વધતી જતી વૈશ્વિક માન્યતા દર્શાવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application