મોદી આજથી 5 દેશના પ્રવાસે રવાના યુએઈ સાથે ઉર્જા સુરક્ષા મુદે ચર્ચા કરશે
મોદી આજથી 5 દેશના પ્રવાસે રવાના યુએઈ સાથે ઉર્જા સુરક્ષા મુદે ચર્ચા કરશે
May 15, 2026 09:48 AM
મધ્ય પૂર્વના દેશો વચ્ચે તણાવની સ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 5 દેશોના પ્રવાસ પર નીકળશે. પીએમ મોદી પોતાની આ યાત્રાનો પ્રારંભ સંયુક્ત આરબ અમીરાતથી કરશે અને છેલ્લે ઈટાલી જશે, પાંચ દેશોની આ મુલાકાત દરમિયાન યુએઈ સાથે ઉર્જા સુરક્ષા અંગે વિશદ ચર્ચા કરશે. પ્રધાનમંત્રીની યુએઈ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આ પ્રદેશ ઈરાનના અમેરિકા અને ઈઝરાયલ સાથેના યુદ્ધમાં ફસાયેલ છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદી આગામી છ દિવસમાં કુલ પાંચ દેશોની મુલાકાત લેશે. 15 મેના રોજ, પ્રધાનમંત્રી ટૂંકી મુલાકાત માટે યુએઈ પહોંચશે, ત્યારબાદ તેઓ નેધરલેન્ડ જશે. નેધરલેન્ડ પછી, પ્રધાનમંત્રી સ્વીડન અને નોર્વેની મુલાકાત લેશે, જેમાં ઇટાલી અંતિમ સ્ટોપ હશે.સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી મોદીની અબુ ધાબીની મુલાકાત દરમિયાન ઊર્જા સુરક્ષા એક મુખ્ય મુદ્દો રહેશે. અહેવાલ મુજબ, પ્રધાનમંત્રી એલપીજી પુરવઠા અને વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર સંબંધિત યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરે તેવી પણ અપેક્ષા છે. યુએસ-ઈરાન સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટ્રેટના નાકાબંધીને કારણે વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ઉર્જા સહયોગની જરૂર છે.