BREAKING NEWS

મક્કા સંરક્ષણ કરારથી મોગેમ્બો (ટ્રમ્પ) ખુશ: તુર્કી, પાકિસ્તાન,સાઉદીની પીઠ થાબડી

  • August 17, 2026 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કી, સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચેના મક્કા સુરક્ષા કરારનું સ્વાગત કયુ છે. ટ્રમ્પે આ કરારને મહાન પગલું ગણાવ્યું છે, તેને વ્યાપક સુરક્ષા સહયોગ તરફ સકારાત્મક પગલું ગણાવ્યું છે.તાજેતરમાં મક્કામાં સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર થયાના દસ દિવસ પછી, ડોનાલ્ડ ટ્રમ્પે કરાર પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તુર્કી, જે આ કરારનો ભાગ છે, તે નાટો સભ્ય છે, યારે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા લાંબા સમયથી યુનાઇટેડ સ્ટેટસના નજીકના સાથી રહ્યા છે.
મક્કા કરાર વિશે બોલતા, ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે તેઓ સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાન વચ્ચેના મક્કા સંયુકત સંરક્ષણ કરારથી ખુશ છે. આ એક બોલ્ડ અને મહત્વપૂર્ણ પગલું છે જે મધ્ય પૂર્વને એક કરે છે. આવા કરારો આ દેશોને વધુ અર્થપૂર્ણ રીતે પોતાનો બચાવ કરવા સક્ષમ બનાવશે. તેથી, આ એક ખૂબ જ બોલ્ડ અને મહત્વપૂર્ણ કરાર છે.એ જોઈને આનદં થાય છે કે સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાને મક્કા સંયુકત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મધ્ય પૂર્વના દેશો એક સાથે આવી રહ્યા છે અને અસરકારક રીતે પોતાનો બચાવ કરી શકશે.૭ ઓગસ્ટના રોજ, તુર્કીના રાષ્ટ્ર્રપતિ રેસેપ તૈયપ એર્ડેાગન, પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફ અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને મક્કામાં સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ નાટો–શૈલીના કરારમાં જણાવાયું છે કે કરારના દેશોમાંથી એક પર હત્પમલો ત્રણેય પર હત્પમલો માનવામાં આવશે. તેથી, તેને એક મોટા જોડાણની શઆત કહેવામાં આવી રહી છે.મક્કામાં જારી કરાયેલા સંયુકત નિવેદનમાં જણાવાયું છે કે ત્રણેય દેશોમાંથી કોઈપણ એક પર કોઈપણ સશક્ર હત્પમલો તે બધા પર હત્પમલો માનવામાં આવશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાર ડારે જણાવ્યું હતું કે આ કરાર સંપૂર્ણપણે રક્ષણાત્મક છે અને તેના સિદ્ધાંતોને જાળવી રાખવા ઇચ્છુક પ્રદેશના અન્ય દેશો માટે ખુલ્લો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application