બાલાજી હોલની સામે આવેલ મોક્ષ સ્પામાં પોલીસે દરોડો પાડતા અહીં સ્પાના ઓઠા હેઠળ ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો હતો. પોલીસ છ યુવતીઓને મુકત કરાવી સંચાલક અને મેનેજર સામે ગુનો નોંધી તેની શોધખોળ શ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, માલવિયાનગર પોલીસ મથકના પીઆઈ જે. એમ.કૈલાની રાહબરીમાં પીએસઆઇ કે.ડી.મા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતી. એએસઆઈ કેતનભાઈ શેખલીયા, હેડ કોન્સ્ટેબલ અજયભાઈ વિકમા, કોન્સ્ટેબલ ભાવેશભાઈ ગઢવી, કીનાબેન, જીનલબેન સહિતનો સ્ટાફ પોલીસ મથકે હાજર હતો. દરમિયાન ૧૫૦ ફુટ રીંગ રોડ બાલાજી હોલની સામે સરદાર વલ્લભભાઈ કેળવણી મંડળની પાસે આવેલ વ્રજ કોમ્પલેક્ષમાં અક્ષર લાઇટસની ઉપર ત્રીજા માળે મોક્ષ સ્પાની અંદર સ્પા સંચાલક જીગર દિલીપ સચદેવ દ્રારા દેહવિક્રયની પ્રવૃત્તિ ચાલતી હોવાની હકીકત મળતા પોલીસની ટીમે અહીં દરોડો પાડયો હતો. અહીં સ્પામાં કાઉન્ટર પર બેસેલ ટેલિકોલર મહિલાને મેનેજર તથા સ્પાના સંચાલકનુ પુછતા મેનેજર અણ લોકેન્દ્રભાઈ બીસ્કો (નેપાળી), (રહે, છોટુનગર શેરી નં ૦૫, હનુમાન મઢી પાસે, રૈયા રોડ) છે, જે હાલ બહાર કામથી સ્પાની વસ્તુ લેવા માટે ગયેલ હોવાનું અને સંચાલક જીગર દિલીપ સચદેવ (રહે.રાજકોટ) જે પણ બહાર કામથી ગયાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે સ્પાના મ ચેક કરાવતા અંદર આવેલ મ ન.ં ૦૧ માં એક ક્રી તથા ડમી ગ્રાહક કઢંગી હાલતમા મળી આવ્યા હતાં. પોલીસને તે યુવતીએ જણાવેલ કે, આ સ્પાના સંચાલક જીગર સચદેવ અને મેનેજર અણ બહારથી ગ્રાહકો મોકલી ગ્રાહક દીઠ .૫ હજાર લે છે અને તેમાંથી . ૧ હજાર તેણીને આપી બાકીના . ૩ હજાર પોતાની પાસે રાખે છે તથા સ્પામાં એન્ટ્રી ફી .૧ હજાર અલગથી લે છે. પોલીસે સ્પાના કાઉન્ટર અને મમાંથી રોકડ કબ્જે કરી અન્ય મમાં રહેલ ચાર યુવતીઓને દેહ વ્યાપારના ગોરખધંધામાંથી મુકત કરાવી હતી. સ્પાના ઓઠા હેઠળ કુટણખાનુ ચલાવનાર સ્પાના સંચાલક અને મેનેજરની શોધખોળ શ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application