BREAKING NEWS

રાજકોટ મનપાના હંગામી કર્મીના પગાર એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેવાયા

  • January 19, 2026 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના હંગામી કર્મચારીના પગાર એકાઉન્ટના એટીએમનો દુરુપયોગ કરી રૂપીયા ઉપાડી લેવામાં આવ્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરતા કંપનીના કોન્ટ્રાકટર પાસે એટીએમ રહેતાં હોવનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


બનાવ અંગે જંગલેશ્વર શેરી નં.૫ માં રહેતા સીદિક ગન્નીભાઇ જુણેજા (ઉ.વ.૪૮) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા હેઠળ ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરતા કચરાના કોન્ટ્રાકટમાં કાર્યરત અનેક કામદારોના બેંક ખાતામાં દર મહીને પગાર જમા થાય છે. પરંતુ તાજેતરમાં જાણવા મળ્યું કે, અમારા બેંક ખાતામાં જમા થયેલ પગાર અમારા જ એ.ટી.એમ. કાર્ડનો ઉપયોગ કરી અજાણી વ્યકિત દ્વારા પગાર ઉપાડી લેવાયો છે અને છેતરપિંડી થઇ છે.જે આ પગારનું ખાતું હતું.


કોન્ટ્રાક્ટરને જયારે આ બાબતે રજુઆત કરવામાં આવી ત્યારે કોન્ટ્રાકટરે તેઓ પાસે પાસબુક તથા એ.ટી.એમ. માંગ્યા ત્યારે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યા કે, તમારી એટીએમ અને પાસબુક અમારી પાસે નથી, જાવ તમે પોલીસ ફરિયાદ દાખલ કરો. આ બાબતની વારંવાર રજુઆત કરવા છતાં કોઈ પગલા ન લેવાતા પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરી હતી.


બાદમાં બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આઉટ સોર્સના કર્મીઓના પગાર મામલે પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application