જસદણના પાંચવડા ગામે રાત્રીના ખેડૂતના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં. અહીંથી સોના–ચાંદીના ઘરેણા અને બાઈક સહિત પિયા ૧.૨૨ લાખની મત્તા ચોરી કરી ગયા હતા. સીસીટીવી ફટેજમાં ચાર શખસો શંકાસ્પદ હાલતમાં આંટાફેરા કરતા હોવાનું નજરે પડું હતું. જેથી આ ફટેજના આધારે પોલીસે તસ્કર ટોળકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. જસદણના પાંચવડા ગામે ગામે રહેતા કાંતિભાઈ હરિભાઈ ટાઢાણી (ઉ.વ.૬૩) દ્રારા આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. ગઈ તા. ૧૯ ના ખેડૂત તથા તેમના પત્ની વિજયાબેન અને દીકરી નયના રાત્રીના દસેક વાગ્યે મના દરવાજા બધં કરી સુઈ ગયા હતા. બીજે દિવસે તા. ૨૦–૭ ના સવારના ફરિયાદી તથા તેમના પત્ની પાંચેક વાગ્યે ચા નાસ્તો કરી રસોડાની સામેના મમાં હતા ત્યારે ફરિયાદીના પત્ની વિજયાબેન સાફ–સફાઈ કરવા માટે જતા મનો દરવાજો અંદરથી બધં હોય તેવું કહેતા દરવાજો ખોલવાની કોશિશ કરી હતી પરંતુ દરવાજો ન ખુલતા ગેલેરીમાં જઈ પાછળના ભાગે જતા પાછળની બારી ખુલ્લી હાલતમાં હતી અને નકુચો તૂટેલો હતો અંદરની લોખંડની ગ્રીલ પણ તૂટેલી હતી. જેથી વૃદ્ધે તેમના નાના ભાઈ વિઠ્ઠલ તથા ભત્રીજા મહેશને ફોન કરી જાણ કરતા તેઓ અહીં આવી ગયા હતા ફરિયાદીનો પુત્ર અને પુત્રવધુ રાજકોટ રહેતા હોય તેઓ બાદમાં અહીં આવ્યા હતા. મનો દરવાજો અંદરથી બધં હોય જેથી તૂટેલી બારીથી અંદર જઈ દરવાજો ખોલી મમાં જોતા કબાટ ખુલ્લો હતો અને સામાન વેરવિખેર હાલતમાં પડો હતો. બાદમાં તપાસ કરતા કબાટમાં રાખેલ સોનાની ત્રણ જોડી બુટ્ટી તથા સોનાના ત્રણ પેન્ડલ ચાંદીના સાંકડા, ચાંદીનો સિક્કો સહિતના ઘરેણા કબાટમાં જોવા મળ્યા ન હતા તેમજ મકાનના ફળિયામાં રાખેલું હીરો હોન્ડા સ્પ્લેન્ડર નંબર જીજે ૧ યુડી ૧૧૩૪ કિં.. ૧૫,૦૦૦ પણ જોવા ન મળ્યું હતું. બાદમાં મકાનની પાછળની શેરીમાં ભીખુભાઈ પોકીયાની કરિયાણાની દુકાનના સીસીટીવી કેમેરા જોતા ચાર અજાણ્યા શખસો શેરીમાંથી નીકળતા જોવા મળ્યા હતા જેથી આ ચાર અજાણયા શખસોએ રાત્રીના મકાન પાછળથી અંદર પ્રવેશ કરી બારીની ગ્રીલ તોડી કબાટનો લોક તોડી તિજોરીમાંથી પિયા ૧.૦૭ લાખના સોના–ચાંદીના દાગીના તથા ફળિયામાં રાખેલુ બાઈક સહિત પિયા ૧.૨૨ લાખની મત્તા ચોરી કરી ગયા હતા. જે અંગે ખેડૂતે ફરિયાદ નોંધાવતા આટકોટ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફટેજના આધારે બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.