BREAKING NEWS

મોરબીના વેપારીને શેરબજારમાં રોકાણની સ્કીમો આપી રૂ ૮૬.૨૫ લાખની છેતરપીંડી

  • September 09, 2026 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના વેપારીને શેરબજારમાં રોકાણની ખોટી સ્કીમો આપી ચાર ઇસમોએ રોકાણ કરાવી નફાની નાની રકમ આપી જાસામાં લઈને મોટી રકમનું રોકના કરાવી કુલ રૂ ૮૬.૨૫ લાખની રકમની ઠગાઈ કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે..મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા ભરતભાઈ ખીમજીભાઈ વરમોરા (ઉ.વ.૪૫) વાળાએ આરોપીઓ રોહનકુમાર મો નં ૭૦૪૩૮૩૧૨૯૦, લલિતભાઈ બ્રોકર મો નં ૮૫૧૧૪૯૨૨૦૫, સાગર પટેલ મો ૯૧૦૬૪ ૯૦૫૦૮ અને નચિકેત બળદેવભાઈ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની ટીંબડી ગામે સીતારામ એન્ટરપ્રાઈઝ નામની પેઢી છે જ્યાં ટાઈલ્સ અને મારબલનો વેપાર કરે છે ફરિયાદીના પુત્ર પલ્લવ (ઉ.વ.૨૦) વાળાએ વાત કરી કે બે માસથી અમુક વ્યક્તિઓ મોબાઈલ ફોનથી સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા અલગ અલગ સ્કીમો બતાવી ઘણા બધા રૂપિયા બેંક/ઓનલાઈન ટ્રાન્ઝેકશન અને આંગડીયા પેઢી મારફત હડપ કરી ગયા છે જે રોકાણ કે નફાના રૂપિયા પરત આપતા નથી જેથી તે સમયે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફરિયાદ કરી હતી..દીકરા પલ્લવ ઘૂટું ગામની સીમમાં આવેલ ગોડાઉન ખાતે બેસતો હતો જેને જણાવ્યું કે ગત તા. ૦૨-૦૫-૨૬ ના રોજ રોહનકુમારના મોબાઈલમાંથી ફોન આવ્યો અને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા સારો સમય છે મારા શેઠ માધવભાઈ છે અને પોતાની એજન્ટ તરીકે ઓળખ આપી હતી સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવી સારો પ્રોફિટ કરાવી આપવાની લાલચ આપી હતી જેથી રોહને વોટ્સએપ પર લલીતભાઈ બ્રોકર એવા નંબર મોકલ્યા જેની સાથે વાતચીત કરી હતી અને સાગર પાટલે સાથે ઓળખાણ કરાવી તેના કહેવા મુજબ અલગ અલગ સમયે બેંક ખાતામાં રૂ ૨૦,૦૦૦, ૪૮,૦૦૦, ૨૦૦૦, ૫૩,૦૦૦, ૪૨,૩૫૦ અને ૨,૬૦,૦૦૦ સહીત નવ ટ્રાન્ઝેકશનમાં રૂ ૪,૮૭,૩૫૦ આપ્યા હતા જે માટે પલ્લવના ગૂગલ પેમાં રૂ ૫૬૦૦, રૂ ૩૮૦૦ નફો થયેલ કહીને મોકલ્યા હતા
બાદમાં વધુ રોકાણ કરવું પડશે નહિતર ટેક્ષની રકમ મોટી ભરવાની થશે નાફાની રકમ પણ આંગડીયા પેઢી મારફત મોકલશું કહીને લાલચ આપી હતી જેથી દીકરા પલ્લવે રૂ ૬ લાખ, રૂ ૧,૯૯,૮૦૦, રૂ ૫ લાખ, રૂ ૧૦,૯૮,૨૦૦ અને રૂ ૧૫ લાખ એમ કુલ રૂ ૪૨,૫૦,૦૦૦ રોકાણ કર્યું હતું આમ ચારેય આરોપીઓએ ફોન પર વાત કરી શરૂઆતમાં સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવી બેંક મારફત રૂ ૪,૮૭,૩૫૦ રકમ ટ્રાન્સફર કરાવી રૂ ૯૪૦૦ જેટલી રકમ નફા પેટે આપી હતી અને બાદમાં વધુ રોકાણ કરવાની સ્કીમો આપી કુલ રૂ ૮૬,૨૫,૯૫૦ રકમ પડાવી લઈને ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News