પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે અત્યારસુધીમાં સૌથી મોટું ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસે અમદાવાદ અને સુરતમાં મોટું ઓપરેશન હાથ ધર્યું છે. આ કાર્યવાહીમાં લગભગ એક હજાર બાંગ્લાદેશીઓ પકડાયા છે. જેઓ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. મોટાભાગના બાંગ્લાદેશીઓ અમદાવાદમાંથી પકડાયા છે. અહીં એક જ રાતમાં 457થી વધુ બાંગ્લાદેશીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે.
અમદાવાદની સાથે સુરતમાં પણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત પોલીસે સુરતમાંથી ૧૨૦ બાંગ્લાદેશી ઘુસણખોરોની ધરપકડ કરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના એસઓજીએ તમામ 120થી વધુ બાંગ્લાદેશીઓની પૂછપરછ શરૂ કરી છે.
ગુજરાત પોલીસની ટીમોએ અમદાવાદ અને સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં મોડીરાત્રે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમયગાળા દરમિયાન, ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને પસંદગીપૂર્વક તેમના ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. એક જ રાતમાં બાંગ્લાદેશીઓ સામેની આ કાર્યવાહીને અત્યારસુધીની સૌથી મોટી કાર્યવાહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પોલીસે જણાવ્યું કે, આ ઘૂસણખોર બાંગ્લાદેશીઓ પાસેથી નકલી દસ્તાવેજો મળી આવ્યા છે.
સુરત પોલીસે ઉન, સચિન, લિંબાયત, લાલગેટ અને સલાબતપુરા જેવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ હવે આ બાંગ્લાદેશી પુરૂષોને તેમના દેશમાં પાછા મોકલવાની તૈયારી કરી રહી છે. મહિલાઓ અને બાળકોનું શું કરવું તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં પોલીસે ચંડોળા તળાવની આસપાસની ઝૂંપડપટ્ટીમાં કાર્યવાહી હાથ ધરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, અમદાવાદમાં સવારે 3 વાગ્યે કાર્યવાહી શરૂ થઈ, આમાં, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એસઓજી, ઇઓડબ્યુ, ઝોન 6 અને હેડક્વાર્ટરની ટીમો સાથે મળીને અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી ઇમિગ્રન્ટ્સને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન, 457થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે.
પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. ભારત આવેલા પાકિસ્તાનીઓને પાછા મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી પણ વધુ તીવ્ર બનાવવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત નપીજ્યા હતા. આ ઘટનાથી ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. અમિત શાહે ગઈકાલે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને જણાવ્યું હતું કે, પાકિસ્તાનીઓને વીણી વીણીને કાઢી મુકો. જેને લઈને ગુજરાત સરકારે પણ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગત રાત્રિના અમદાવાદ અને સુરત પોલીસે વિદેશી ઘૂસણખોરો પર તવાઇ બોલાવી હતી. હાલમાં ઝડપાયેલા તમામ બાંગ્લાદેશીઓની પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ હાથ ધરવામાં આવી છે.
દોરડાં બાંધીને 400 બાંગ્લાદેશીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લઈ જવાયા
અમદાવાદમાં ઝડપાયેલા 457થી વધુ બાંગ્લાદેશી નાગરિકોને દોરડું બાંધીને દોરડાની અંદર કોર્ડન કરીને પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલતા ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા હતા. ગઈકાલે રાત્રે કોમ્બિંગ કરી કડક તપાસ કરવામાં આવી હતી. જ્યારે કેટલાક બાંગ્લાદેશીઓને પોલીસની ગાડીમાં બેસાડી ક્રાઈમ બ્રાન્ચ લઈ જવાયા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજીયાન અને તેમની સાથે પોલીસનો કાફલો શહેરના અલગ-અલગ વિસ્તારમાં સર્ચ માટે નીકળ્યો હતો. એક જ રાતમાં તમામ લોકોએ ભેગા મળીને બાંગ્લાદેશીઓને ઝડપી લીધા છે. પોલીસ આને વિદેશી નાગરિકોને પકડવાનું સૌથી મોટું ઓપરેશન કહી રહી છે. ત્યારે આ સમગ્ર મામલે હવે વધુ વિગત સામે આવે તેવી શક્યતા છે.
તમામ લોકોના ડોક્યુમેન્ટ વેરફિકેશન કરાશે
સુરતના ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરા સહિત અનેક વિસ્તારોમાંથી બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસની 6 ટીમમાં 100 જેટલા પોલીસકર્મી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. જેમા બે ડીસીપી, ચાર એસીપી અને 10 જેટલા પીઆઇ સામેલ હતાં. ઓપરેશન બાંગ્લાદેશીની કાર્યવાહી રાત્રના 12 વાગ્યાથી શરૂ કરાઈ હતી, જે સવારના 6 વાગ્યા સુધી ચાલી હતી. હાલમાં તમામ લોકોના ડોક્યુમેન્ટ વેરફિકેશન કરવામાં આવી રહ્યાં છે અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, કેટલાંક લોકોએ તો ભારતના આધારકાર્ડ પણ બનાવી લીધા છે.
પાછલા વર્ષે અમદાવાદમાં 127 બાંગ્લાદેશી પકડાયા હતા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ ગુજરાત પોલીસે કાર્યવાહી કરી છે. આજે સવાર સુધી પોલીસે ચંડોળા તળાવ પાસે કોમ્બિંગ કર્યું હતું. 457 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિક મળ્યાં છે. તેમના આધાર-પુરાવા તપાસી તેને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ લોકોએ ક્યાં આધાર-પુરાવા કોની મદદથી બનાવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવશે. નોંધનીય છે કે, અમદાવાદમાં પાછલા વર્ષે 127 બાંગ્લાદેશી પકડ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech