હાપા માર્કેટીંગ યાર્ડમાં સપ્તાહના અંતે શનિવારે કુલ ૨૪૯૬૭ મણ જણસની આવક નોંધાઇ હતી જેમાં સૌથી વધુ આવક ધાણાની ૩૨૭૩ ગુણી થવા પામી હતી સૌથી ઓછો ભાવ ડુંગળીના મણના રૂપિયા ૫૦ થી ૨૭૦ સુધી બોલાયા હતા.
હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો બાજરી ૩૦૦ થી ૪૫૫, ઘઉં ૪૦૦ થી ૪૧૭, તુવેર ૧૩૦૦ થી ૧૫૬૫, ચોળી ૯૨૦ થી ૧૦૨૫, ચણા ૯૨૧ થી ૧૦૮૦, મગફળી જીણી ૧૩૦૦ થી ૧૫૦૦, મગફળી જાડી ૧૨૦૦ થી ૧૪૮૦, તલી ૧૭૦૦ થી ૧૭૫૦, રાયડો ૧૦૦૦ થી ૧૨૨૦, રાય ૧૧૦૦ થી ૧૩૬૫, લસણ ૬૨૦ થી ૧૧૪૦, કપાસ ૧૦૦૦ થી ૧૫૯૦, જીરૂ ૨૦૦૦ થી ૪૨૮૫, અજમો ૧૬૫૦ થી ૫૬૦૦, અજમાની ભૂસી ૫૦ થી ૨૭૦૦, ધાણા ૧૧૦૦ થી ૧૮૯૦, ધાણી ૧૯૦૦ થી ૨૪૦૦, મરચા ૧૫૦૦ થી ૬૪૦૦, ડુંગળી સુકી ૫૦ થી ૨૭૦, વટાણા ૮૦૦ થી ૧૨૦૦ સુધીના ભાવ બોલાયા હતા શનિવારે કુલ જણસ ૨૪૯૬૭ મણ ગુણી ૧૦૬૩૩ જે ૭૬૧ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી.
જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે મરચા બીજા ક્રમાંકે અજમો અને ત્રીજા ક્રમાંકે જીરૂ નંબર રહયા હતા તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ.પટેલની યાદીમાં જણાવાયું છે.