ગુજરાતમાં ધનવાન, ગરીબ, ડ્રાઇવર... 40થી વધુ દળ લડશે ચૂંટણીનો જંગ

  • April 25, 2024 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષો ચૂંટણી લડે છે. આ સાથે ઘણા અપક્ષ ઉમેદવારો પણ પોતાનું નસીબ અજમાવતા હોય છે, આ વખતે કેટલીક પાર્ટીઓ એવી પણ છે જે લોકશાહીના આ મહાન પર્વમાં ભાગ લઇ છે. આ વખતે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો સિવાય આવા 43 જેટલા રાજકીય પક્ષો મેદાનમાં છે. ચૂંટણી પંચ તેમને રજિસ્ટર્ડ અમાન્ય રાજકીય પક્ષોનો દરજ્જો આપે છે.

રાઈટ ટુ રિકોલ પાર્ટીએ રાજ્યની 8 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યારે વીર કે વીર ઈન્ડિયન પાર્ટીએ પણ ત્રણ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. અમીર ભારતીય પક્ષ સાથે ગરીબ કલ્યાણ પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. મોટાભાગના પક્ષોના નામમાં ભારત અથવા ભારતીયો જોડાયેલ છે. જેમાં ભારત આદિવાસી પાર્ટી, ભારતીય યુવા જન એકતા પાર્ટી, ભારતીય જન પરિષદ, લોકતાંત્રિક ભારતીય સમાજ પાર્ટી રાષ્ટ્રીય દળ, ભારતીય જનનાયક પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય જનતા દળ, આદિ ભારત પાર્ટી અને ભારતીય જનતા પરિષદનો સમાવેશ થાય છે. આમાં બહુજન અને કોંગ્રેસ શબ્દોથી સંબંધિત પક્ષો  ભારતીય બહુજન કોંગ્રેસ, બહુજન રિપબ્લિકન સોશ્યલિસ્ટ પાર્ટી અને માલવા કોંગ્રેસનો સમાવેશ થાય છે.
રાષ્ટ્ર કે રાષ્ટ્રના નામ સાથે જોડાયેલા શબ્દો ધરાવતી રાષ્ટ્ર નિમર્ણિ પાર્ટી, રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટી, રાષ્ટ્રીય શક્તિ પાર્ટી, સર્વ સમાજ જનતા પાર્ટી અને સમાજને લગતા શબ્દો ધરાવતી ગુજરાત સર્વ સમાજ પાર્ટી પણ ચૂંટણી લડી છે.

ભારત સાથે અનેક પક્ષોના નામ પણ જોડાયેલા છે. જેમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા, સોશિયલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઈન્ડિયા કમ્યુનિસ્ટ, યુથ ઈન્ડિયા પીસ પાર્ટી, મિશન ઓલ ઈન્ડિયા ઈન્ડિપેન્ડન્સ જસ્ટિસ પાર્ટી, ન્યૂ યુનાઈટેડ ઈન્ડિયા પાર્ટીનો સમાવેશ થાય છે.


આ ઉપરાંત રાજકીય પક્ષોમાં વૈશ્વિક રિપબ્લિકન પાર્ટી, આપકી આવાઝ પાર્ટી, આમ જનમત પાર્ટી, સાથ સહકાર વિકાસ પાર્ટી, સત્યવાદી રક્ષક પાર્ટી, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, જન સેવા ડ્રાઈવર પાર્ટી તેમજ સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી, હિંદવી સ્વરાજ્ય દળ, ઇન્સાનિયત પાર્ટી, લોગ પાર્ટી, ગુંજ અને ગુજરાત લોકતંત્ર પાર્ટી છે. સત્ય ની જનતા પાર્ટી, અખિલા વિજયા પાર્ટી અને સ્વરાજ ક્રાંતિ પાર્ટીના ઉમેદવારો પણ મેદાનમાં છે. પ્રજાતંત્ર આધાર પાર્ટી બે બેઠકો પર ચૂંટણી લડી રહી છે. પાર્ટીના અમદાવાદ પૂર્વના ઉમેદવાર રાજેશ મૌર્યનું કહેવું છે કે તેઓ સામાન્ય મુદ્દાઓને લઈને જનતાની વચ્ચે જઈ રહ્યા છે. મૌર્ય પોતે ત્રીજી વખત લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application