BREAKING NEWS

સિવિલ હોસ્પિટલમાં ૬૦૦થી વધુ સર્જરી ૧૦ હજારથી વધુ દર્દીઓને અપાઈ સારવાર

  • October 28, 2025 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝનાના હોસ્પિટલમાં ૨૨૩ અને પધ્મકુંવરબા હોસ્પિટલમાં ૨૯ બાળ જન્મના વધામણાં: ૧,૧૦૦થી વધારે ઇમર્જન્સીના કેસમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા સતત દોડતી રહી: દિવાળી પર્વે આરોગ્ય વિભાગ સ્ટેન્ડ બાય રહ્યું



દિપાવલીના તહેવારો પરિવારજનો સૌ સાથે મળીને હર્ષેાલ્લાસથી ઉજવે છે, ત્યારે આરોગ્ય વિભાગના કર્મીઓ પરિવારથી દૂર રહીને લોકોના સ્વાસ્થ્યને લઈને માનવીય અભિગમ સાથે સતત ખડે પગે ફરજ બજાવે છે. ખાસ કરીને આ પર્વમાં ઇમર્જન્સીના કેસ વધારે જોવા મળે છે. જેના માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ, ઝનાના, પધ્મકુંવરબા હોસ્પિટલ, ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સહિતની આરોગ્ય સેવાઓ પૂર્વ તૈયારી સાથે આ દિવસો દરમ્યાન સતત કાર્યરત રહી હતી.
રાજકોટ પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે અધિક્ષક ડો. મોનાલી માંકડિયાના માર્ગદર્શનમાં તજજ્ઞ ડોકટર્સની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. તા. ૨૦ થી ૨૫ દરમ્યાન ચાલુ દિવસોમાં ઓ.પી.ડી. માં ૮,૮૧૫ લોકોની સારવાર અને ૧,૮૯૭ જેટલા દાખલ થયેલા દર્દીઓને સ્વાસ્થ્ય સુરક્ષા કવચ પૂં પાડું હતું. વધુમાં આ દિવસોમાં ૧૮૯ મેજર અને ૫૩૮ માઇનોર સર્જરી દ્રારા જરિયાતમદં દર્દીઓની સેવા સુશ્રુષા કરી સ્વાસ્થ્ય પ્રદાન કરાયું હતું. યારે સૌરાષ્ટ્ર્રની સૌથી મોટી માતૃ અને બાળ સંભાળ લેતી ઝનાના હોસ્પિટલમાં ૨૨૩ નવજાત બાળકોનું અવતરણ થયું છે, આ દિવસોમાં ૪૨૧ જેટલા ઇમર્જન્સી કેસ હેન્ડલ કરવામાં આવ્યાં હોવાનું ડો. કમલ ગોસ્વામીએ જણાવ્યું છે.
જયારે રાજકોટની પધ્મમકુંવરબા ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે તા. ૨૦ થી ૨૩ દરમ્યાન ૧૮ નોર્મલ તેમજ ૧૧ સિઝેરિયન દ્રારા કુલ ૨૯ બાળકોના જન્મ થયાનું આર.એમ.ઓ. નૂતનબેને જણાવ્યું છે. આ ઉપરાંત ૫૩ ઈમરજન્સી અને ૧૪૯ ડોગ બાઈટના દર્દીઓની સારવાર પૂરી પાડવામાં આવી હતી. તહેવારોમાં ખાસ કરીને મુસાફરીનું પ્રમાણ વધી જતું હોવાથી માર્ગ અકસ્માતના ગંભીર બનાવોની સંભાવના વધારે જોવા મળે છે. આ ઉપરાંત દાઝી જવું, પ્રસૂતિ, હૃદય તેમજ ફેફસા સંબંધી ઇમર્જન્સીમાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવા પૂર્વ તૈયારી સાથે કાર્યરત રહી હતી.
દિવાળીથી ભાઈબીજના દિવસોમાં ૧૦૮ની ટીમ દ્રારા ૧૧૦૦ થી વધુ ઇમરજન્સી કેસ હેન્ડલ કરવામાં આવ્યા હતાં. જેમાં દિવાળીના દિવસે ૨૮૫, બીજા દિવસે ૩૦૧, નવા વર્ષે ૨૭૪ અને ભાઈબીજના દિવસે ૨૮૬ કેસમાં ૧૦૮ ટીમ તાત્કાલિક સારવાર પુરી પાડવામાં મદદપ બની હતી. નવું વર્ષ આરોગ્યમય રહે તેવા શુભેછા સંદેશને સાર્થક કરવામાં રાય સરકારનો આરોગ્ય વિભાગ તહેવારોમાં પણ સતત કાર્યરત રહી તેમની ફરજ નિા નિભાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂં પાડી રહ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application