રાજકોટના કોટડાસાંગાણીના સાંઢવાયા ગામે 70થી વધુ ગાયોના મોત થયા છે. શ્રી રામગર બાપુ ગૌસેવા ટ્રસ્ટની ગૌશાળામાં ગાયોના મોત થયા છે. ફૂડ પોઇઝનિંગની અસરથી આ ગાયોના મોત થયાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. ત્યારે આજે વહેલી સવારે જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારી આનંદ સુરેશ ગોવિંદ સહિતના ઉચ્ચ અધિકારીઓ ગૌશાળા ખાતે દોડી ગયા હતા.
બે દિવસમાં 75 જેટલી ગાયોના મોત
સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર ડો. પ્રકાશે જણાવ્યું હતું કે 11 તારીખના રોજ દાતાઓ દ્વારા મગફળીનો ખોળ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જ મોતની ઘટના જોવા મળી હતી અને જે વિસ્તારમાં આપવામાં આવ્યો તે વિસ્તારમાં જ આ મોતની સંખ્યા જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસમાં 75 જેટલી ગાયોના મોત નીપજ્યા છે હાલ ગઈકાલે પાંચ ગાયોના મોત નીપજ્યા હતા જ્યારે પ્રથમ દિવસે 70 જેટલી ગાયોના મોત નીપજ્યા હતા. ગઈકાલે પાંચ જેટલી ગાયોના મોત નીપજ્યા હતા. હાલ મોતની સંખ્યામાં ઘટાડો થયો છે. જિલ્લાના તમામ પશુ ડોક્ટરોને કાફલો કોટડાસાંગાણી ખાતે સાંઢવાયા ખાતે પહોંચ્યો છે.
ફૂડ સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ ગાયોના મોતના કારણ જાણવા માટે ફૂડ સેમ્પલ તેમજ અન્ય અલગ-અલગ સેમ્પલો લઈ ગાંધીનગર તેમજ પુના લેબ ખાતે મોકલવામાં આવ્યા છે. હાલ તમામ અધિકારીઓ તેમજ સામાજિક સંસ્થાઓ અને ગામના લોકો પશુઓ બચવા મહેનત લાગ્યા છે