ઝનાનામાં મૃત દીકરીને જન્મ આપ્યા બાદ માતાએ પણ દમ તોડ્યો

  • November 30, -0001 12:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભગવતીપરાની સુખસાગર સોસાયટીમાં રહેતા સગર્ભાને સાતમા મહિને બ્લીડીગ થતા સારવારમાં માટે ઝનાનામાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મૃત દીકરીને જન્મ આપ્યા બાદ પોતાની પણ તબિયત લથડતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

ભગવતીપરાની સુખસાગર સોસાયટીમાં સમન્‍વય એપાર્ટમેન્‍ટમાં રહેતાં સુનિતાબેન કેતનભાઇ ચોહાણ (ઉ.વ.૩૬) નામના સગર્ભા મહિલાને ૨૧/૪ના રોજ પ્રસુતિનો દુખાવો થવાની સાથે બ્લીડીગ થતા તાકીદે ઝનાના હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે સાતમા મહિને મૃત દિકરીને જન્‍મ આપ્‍યો હતો. બાદમાં પ્રસૂતાની તબિયત લથડતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ દ્વારા એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃતક સુનિતાબેન મુળ ઓરિસ્‍સાના વતની હતાં. ચાર વર્ષ પહેલા કેતન દિનેશભાઇ ચૌહાણ સાથે ઇન્‍સ્‍ટાગ્રામથી પરીચય થયા બાદ બંનેએ પ્રેમલગ્ન કર્યા હતાં. કેતનભાઇ છુટક સફાઇ કામ કરે છે. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application