ફાયરીંગ કરતો વિડીયો વાયરલ કરતા ગણતરીની કલાકોમાં એસઓજીએ શોધી કાઢયો
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા દ્વારકા એસપી નિતેશ પાંડેય દ્વારા જીલ્લામાં ગેરકાયદે હથિયરો વડે ગુનાહો આચરતા અને લોકોમાં ભયનું વાતાવરણ ઉભુ કરતા ઇસમોને શોધી કાઢી તેઓ વિરુઘ્ધ કાર્યવાહી કરવા અંગે એસઓજી પીઆઇ પી.સી. સીંગરખીયાને જરુરી સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ.
જે અનુસંધાને એએસઆઇ કાનાભાઇ માડમ, ભીખાભાઇ ગાગીયા, હરદેવસિંહ જાડેજા, પો.કોન્સ સુમાતભાઇ ભાટીયા, વિજયસિંહ જાડેજા, ડ્રાઇવર પો.કોન્સ જગદીશભાઇ કરમુર કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલંગમાં હતા.
દરમ્યાન ખાનગ બાતમીદાર મારફતે હકીકત મળેલ કે રાત્રીના સમયે કાનાભાઇ માંડણભાઇ ગોજીયા રહે. બાંકોડી વાડી વિસ્તાર કલ્યાણપુર દ્વારકાવાળાએ તેમના ભત્રીજાના લગ્ન પ્રસંગમાં જાહેરમા પોતાની પાસે રહેલ પાક રક્ષણના હથિયાર (અગ્નીશસ્ત્ર)થી હવામાં ફાયરીંગ કરેલ અને તેનો વિડીયો હાલ સોશ્યલ મિડીયામાં વાયરલ થયેલ.
જે બાબતને અતી ગંભીરતાપૂર્વક લઇ વાઇરલ વિડીયોની ખરાઇ કરતા કોઇપણ પ્રકારની કાળજી રાખ્યા વગર ભયજનક અને બેદરકારી પુવર્ક માનવ જીવન જોખમાય તે રીતે હવામાં ફાયરીંગ કરેલ હોવાનુ જણાતા ફાયરીંગ કરનાર ઇસમ કાનાભાઇ માંડણભાઇ ગોજીયા રહે. બાંકોડી વાડી વિસ્તાર, માલેતા રોડ તા. જામ કલ્યાણપુર વાળા વિરુઘ્ધ જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં હથીયારધારા કલમ ૨૫(૯) મુજબ ગુનો નોંધાવી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
***
જામનગર તાલુકાના મુંગણી ગામમાં વાહન ચલાવવા બાબતે તકરાર થયા પછી સાસુ-વહુ પર હુમલો: પાડોશી સામે ફરિયાદ
જામનગર તાલુકાના મૂંગણી ગામમાં રહેતી એક મહિલાએ વાહન ધીમુ ચલાવવા બાબતની તકરારમાં પોતાના ઉપર તેમજ પોતાના સાસુ પર હુમલો કરવા અંગે પાડોશમાં રહેતા એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મૂંગણી ગામમાં રહેતી અસ્મિતાબા સહદેવસિંહ કંચવા નામની ૩૨ વર્ષની મહિલા પાડોશમાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં ગીતો ગાઇને પોતાના સાસુ સાથે પગપાળા ચાલી ને ઘેર પરત ફરી રહી હતી.
દરમિયાન મહિપાલસિંહ ઉર્ફે છોટીયો જીતુભા કયોર નામનો શખ્સ સ્પીડમાં કાર લઈને નીકળ્યો હતો, જેને સરખું વાહન ચલાવવાનું કહેતાં કારચાલક ઉસકેરાયો હતો, અને અસ્મિતાબા અને તેના સાસુ પર લાકડી વડે અને ધોલ ધપાટ કરી હુમલો કરી દીધા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જે અંગે સિક્કા પોલીસ વધુ તપાસ ચલાવે છે.
***
જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં જંગલી વેલ કાઢવા બાબતે બે પાડોશીઓ વચ્ચે તકરાર
જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા વિપ્ર યુવાન પર જંગલી વેલ કાઢવા બાબતે પોતાના પાડોશી સાથે તકરાર થઈ હતી, અને એક મહિલા સહિત બે શખ્સોએ લોખંડના પાઇપ અને વાંસના બામ્બુ વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં બાલાજી પાર્કમાં રહેતા ગીરીશભાઈ પ્રેમજીભાઈ જોશી નામના ૫૦ વર્ષના વિપ્ર યુવાને પોતાના ઉપર લોખંડના પાઇપ અને વાંસના બાંબુ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા સુભદ્રાબેન સંજયભાઈ કુશવાહા અને સુધાંશુ કુશવાહા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન પોતાના ઘરની સામે આવેલ લીંબુના ઝાડમાં રહેલી જંગલી વેલ કાઢવાનું કામ કરી રહ્યો હતો, જે દરમિયાન પાડોશીઓએ આવીને તકરાર કર્યા પછી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech