BREAKING NEWS

નજીવી બાબતે યુવકને છરી ઝીંકનાર શખસની માતાએ મહિલાને લાફા માર્યા

  • September 22, 2026 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જંગલેશ્વરના રાધાકૃષ્ણનગરમાં ગત સપ્તાહે સામે જોવા જેવી નજીવી બાબતે સોહીલ હિંગોરા નામના શખસે યુવાનને છરીનો ઘા ઝીંકી હત્યાની કોશિશ કરી હતી. જે મામલે ભક્તિનગર પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. આ અંગે ફરિયાદી બનેલા યુવાન અને ઘટના નજરે જોનાર તેની પત્નીને કેસ પાછો ખેંચી લેજે નહીંતર આખા પરીવારને મારી નાખીશું કહી સોહીલની માતાએ ધમકી આપી હતી. ઘટનાની સાક્ષી મહિલાને સોહીલની માતાએ ફડાકા ઝીંક્યા હતા. જે અંગે ભકિતનગર પોલીસે ગુનો નોંધ્યો છે.મૂળ ઉત્તરપ્રદેશના અલીગઢના વતની અને હાલ જંગલેશ્વર વિસ્તારના રાધાકૃષ્ણનગર શેરી નં.-11 માં રહેતા રૂબીના નઇમ ઉર્ફે બબલુ મુન્નેખાન સૈયદ(ઉ.વ.૩૫)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શેરીમાં જ રહેતા ઝરીનાબેન અજીતભાઈ હિંગોરાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.૧૬/૦૯/૨૦૨૬ ના રોજ બુધવાર હોવાથી મારા પતિને કારખાનામાં રજા હતી. બપોરના ઘરે અમારા સંબંધી જુબેર અબ્દુલરજાક સૈયદ આવેલ હતા. બપોરના ત્રણ વાગ્યે જુબેર અમારા ઘરેથી તેના ઘરે જતો હતો. ત્યારે અમારી બાજુમા રહેતા સોહીલ હિંગોરાએ સામે જોવા બાબતે જુબેર સાથે બોલાચાલી કરી છરીનો ઘા મારી દેતા જુબેરને ઈજા થતા રાજકોટ સીવીલ હોસ્પીટલમ દાખલ કરેલ હતો. જુબેરને સોહીલ હિંગોરાએ છરી મારી હોય જેથી મારા પતિ નઇમએ સોહીલ હિંગોરા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જે કેસમાં સોહીલ હાલમા રાજકોટ જેલમા છે. જુબેરને સોહીલએ છરી મારી હોય તે ઘટના મહિલાએ નજરે જોઇ હતી. જે બાબતે કોર્ટમા જવાનુ હતુ.દરમિયાન ગઈકાલે બપોરના ફરિયાદી તથા તેના પતિ બન્ને કોર્ટમા જવા માટે તૈયારી કરતા હતા. ત્યારે સોહીલના માતા જરીનાબેન અજીતભાઇ હિંગોરાએ ફરિયાદીને કોર્ટમા જવાનુ નથી તેમ કહ્યું હતું છતા તે તથા તેના પતિ કોર્ટમા ગયા હતા. સાંજના પાંચ વાગ્યે કોર્ટમાં નિવેદન આપી ઘરે પરત ફર્યા હતા. બાદ ફરિયાદીના પતિ બહાર ગયા હતા અને ફરિયાદી ઘરે એકલા હતા સાંજે છ વાગ્યે જરીનાબેન તેની પાસે આવી કહેવા લાગી હતી કે, તને ના પાડી હતી તેમ છતા તું કેમ મારા દીકરાના વિરૂધ્ધમા નીવેદન લખાવવા માટે કોર્ટમા ગઇ, હવે બીજી તારીખે જો કોર્ટમા જઈશ તો તને તથા તારા પરીવારને મારી નાખીશ. વધુમાં સોહીલની માતાએ કહ્યું હતું કે, આ કેસ પાછો ખેંચી લે. મહિલાએ કેસ પાછો ખેચવાની ના પાડતા તેણી એકદમ ઉશ્કેરાય જઇ બે - ત્રણ ફડાકા મારી દીધા હતા. જો કેસ પાછો નહીં ખેંચો તો બધાને મારી નાખીશુ તેવી ધમકી આપી જતા રહ્યા હતા. જે અંગે પરિણીતાએ ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application