BREAKING NEWS

શાહરુખ ખાન સાથે ફોટો પડાવવાની મુગ્ધાની ઈચ્છા હજુ અધુરી

  • August 13, 2026 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિગ્દર્શક મધુર ભંડારકરની કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘ફેશન’ આજે પણ બોલિવૂડની યાદગાર ફિલ્મોમાંથી એક ગણાય છે. પ્રિયંકા ચોપરા અને કંગના રનૌત જેવા કલાકારોથી સજ્જ આ ફિલ્મમાં મોડેલ અને અભિનેત્રી મુગ્ધા ગોડસે  એ પણ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં જ મુગ્ધાએ હિન્દી સિનેમાના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન સાથે જોડાયેલો એક રસપ્રદ અને અધૂરી ઈચ્છાનો કિસ્સો શેર કર્યો છે.
દરેક કલાકાર અને ફેનની ઈચ્છા હોય છે કે તે પોતાના પ્રિય સુપરસ્ટાર સાથે એક ફોટો કે સેલ્ફી લે, જેથી તે ક્ષણ હંમેશા માટે યાદગાર બની જાય. પરંતુ મુગ્ધા ગોડસે સાથે કંઈક એવું બન્યું કે શાહરુખ ખાન સાથે શૂટિંગ કર્યા પછી પણ તેની આ ઈચ્છા પૂરી થઈ શકી નહીં, જેનો અફસોસ તેને આજે પણ છે.

અભિનેત્રીએ એક ટીવી જાહેરાત ના શૂટિંગ દરમિયાનનો કિસ્સો યાદ કરતા જણાવ્યું હતું કે, તેને શાહરુખ ખાન સાથે કામ કરવાની તક તો મળી હતી, પરંતુ તે સમયે સેટ પરનો માહોલ અને શૂટિંગનું કામ એટલું વ્યસ્ત હતું કે તે તેમની સાથે એક ફોટો પડાવી શકી નહોતી.
મુગ્ધાએ વધુમાં ઉમેર્યું કે શાહરુખ ખાનનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી છે કે તેમની સામે આવતા જ કોઈ પણ વ્યક્તિ થોડું અચકાઈ જાય. શૂટિંગ દરમિયાન તે પોતે પણ ખૂબ જ નર્વસ અને શરમાઈ ગઈ હતી. કામ પૂરું થયા પછી શાહરુખ ખાન નીકળી ગયા અને મુગ્ધા ઈચ્છવા છતાં પોતાની યાદગાર તસવીર ક્લિક કરાવી શકી નહોતી.વર્ષો વીતી ગયા હોવા છતાં, કિંગ ખાન સાથે ફોટો ન પડાવી શકવાનું દુઃખ અને મલાલ મુગ્ધાના મનમાં આજે પણ તાજુ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application