રાજકોટમાં રૂ. ૭.૦૬ લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના તબીબ ને દોઢ વર્ષની કેદ અને ચેકની રકમ ફરિયાદીને ન ચૂકવે તો વધુ છ માસની સજા મનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, મહેશ ગગજીભાઈ ચોવટીયા (રહે. ૧-જલારામ કોમ્પ્લેક્ષ, બીજા માળે, વિદ્યાકુંજ મેઈનરોડ, રાજકોટ) કે જે ૧૫૦ ફીટ રોડ ઉપર આવેલ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં મેડીકલ પ્રેક્ટીશનરે રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલા ગોવિંદનગર શેરી નંબર સાતમાં રહેતા પ્રફુલ વલ્લભભાઈ વઘાસીયા પાસેથી રૂા. ૮ લાખ ઉછીના લીધા હતા, જેમાં ડોક્ટર મહેશ ચોવટીયાએ કટકે કટકે રૂા.૯૪ હજાર પરત કર્યા બાદ બાકીની રૂા. ૭.૦૬ લાખની રકમની પ્રોમિસરી નોટ તા. ૧૬/ ૭/ ૨૦૧૪ના રોજ નોટરાઇઝ્ડ કબુલાત આપી હતી. અને તે રૂા. ૭.૦૬ લાખનો ચેક પ્રફૂલ્લ વઘાસિયાને આપેલ હતો. જે ચેક બેંકમાંથી રિટર્ન થતા ડોક્ટર મહેશ ચોવટીયાને લીગલ નોટિસ બાદ તેની સામે કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો હતો. એક કેસ ચાલવા ઉપર આવતા આરોપીનો બચાવ એવો હતો કે ફરિયાદી તરફે નોટિસ મોકલેલ હતી, તેમાં ટાઈપિંગમાં ચેકના વર્ષ બાબતે શુધ્ધબુધ્ધિની ભુલ થયેલ હતી, પરંતુ ફરિયાદીના વકીલે ઉચ્ચ કોર્ટના ચુકાદા ટાંકી ટાઈપ મિસ્ટેકના કારણે શરતચૂકથી કાંઈ લખાઈ ગયુ હોય તો તેના આધારે સમગ્ર વ્યવહાર ગેર કાયદેસર ઠેરવી શકાય નહી તેવી દલીલો કરી હતી. જે ધ્યાને લઈ રાજકોટના ૧૧મા એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપીને તકસીરવાર ઠેરવી ૧ વર્ષ અને ૬ માસની સાદી કેદની સજા તથા ચેકની રકમ વળતર પેટે દિવસ ૬૦માં ચુકવી આપવા અને આરોપી સદર વળતરની રકમ ચુકવવામાં કસુર કરે તો આરોપીને વધુ ૬ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ રાજેશ યુ. પાટડિયા તથા નિર્મલ આર. શેઠ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech