BREAKING NEWS

કાલાવડ રોડ ઉપર મ્યુનિ.કમિશનર ત્રાટક્યા: ડામર કામમાં લોટ, પાણી ને લાકડા પકડ્યા

  • February 03, 2026 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં હાલ મુખ્ય માર્ગોથી લઇને શેરીએ ગલીએ ચાલી રહેલા ડામરકામનું સરપ્રાઈઝ ચેકિંગ કરવા આજે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા કાલાવડ રોડ ઉપરના ભીમનગર ચોકમાં કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વિના કાફલા સાથે ત્રાટક્યા હતા અને ડામરકામનું નિરીક્ષણ કરી જાતે જ ચકાસણી કરતા તેમાં લોટ, પાણી ને લાકડા જેવું તકલાદી કામ થયાનું માલૂમ પડતા કોન્ટ્રાક્ટર એજન્સી અને બે ઇજનેરોને શોકોઝ નોટિસ ફટકારી હતી.

વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે,

કાલાવડ રોડ ઉપર વોર્ડ નં.૧૧ના ભીમનગર ચોકમાં ફેરણી દરમિયાન મ્યુનિ.કમિશનર સુમેરાએ ડામરની જાડાઈ, રોડની સપાટી, મટિરિયલની ગુણવત્તા તથા ટેકનિકલ સ્પેસિફિકેશન મુજબ કામગીરી થઈ રહી છે કે નહીં તેની જાતે ચકાસણી કરી હતી. તપાસ દરમ્યાન કામગીરીમાં ગંભીર બેદરકારી તથા નિર્ધારિત ધોરણોનું પાલન ન થતું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું જેથી જવાબદાર કોન્ટ્રાક્ટર પ્રદીપ કન્સ્ટ્રક્શનને ડિબાર કરવા (બેદરકારીને ધ્યાનમાં લઈ ભવિષ્યમાં મહાનગરપાલિકાના કોઈપણ કામમાં ભાગ લેવા અયોગ્ય ઠેરવવા) શો-કોઝ નોટિસ ફટકારી હતી તેમજ ડેપ્યુટી એન્જિનિયર આઈ.યુ.વસાવા અને ૧૧ માસના કરાર આધારે ભરતી કરાયેલા ફિલ્ડ એન્જિનિયર દીપક વસંતભાઈ ભોજાણીને પણ શો-કોઝ નોટીસ ફટકારી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application