રાજકોટમાં ઇલેક્ટ્રિક સિટી બસની હડફેટે ચાર નિર્દોષ નાગરિકોના કરૂણ મોત નિપજ્યા બાદ હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા મનપા ઉપરાંત પોલીસ, આરટીઓ અને ટેક્નિકલ એક્સપર્ટ્સ સહિતની કુલ ૧૧ સભ્યોની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટિ રચવામાં આવી છે જે ૩૦ દિવસમાં તપાસ અહેવાલ રજૂ કરશે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આ અંગે રા.મ.ન.પા./ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા/જા.નં.૪૬, તા.૧૭-૪-૨૦૨૫થી કરેલા હુકમમાં જણાવ્યું છે કે,
તા. ૧૬-૪-૨૦૨૫ના રોજ ઇન્દિરા સર્કલ પાસેના ટ્રાફિક જંકશન પાસે સિટી બસ દ્વારા સર્જાયેલ દુઃખદ અકસ્માતને ગંભીરતાથી ધ્યાને લઈ અકસ્માતના કારણોની વિગતવાર તપાસ કરવા અને તેના તારણોના આધારે ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટનાઓ ટાળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરવામાં આવે છે. કમિટીમાં
(૧) નાયબ કમિશનર, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા (અધ્યક્ષ) (૨) જનરલ મેનેજર, રાજકોટ રાજપથ લી. (સહ-અધ્યક્ષ) (૩) મેનેજર, આર.આર.એલ. (સભ્ય સચિવ) (૪) સીટી એન્જીનીયર, રોશની શાખા (સભ્ય)
(૫) સીટી એન્જીનીયર, મીકેનીકલ વર્કશોપ શાખા (સભ્ય)
(૬) એ.સી.પી. વેસ્ટ, રાજકોટ શહેર પોલીસ વિભાગ (સભ્ય) (૭) આર.ટી.ઓ. ઓફિસર, રાજકોટ આર.ટી.ઓ. વિભાગ (સભ્ય) (૮) ટેકનિકલ એક્સપર્ટ, સેપ્ટ યુનિવર્સિટી (સભ્ય) (૯) ટેકનિકલ એક્સપર્ટ, એસવીએનઆઇટી (સભ્ય) (૧૦) ટેકનિકલ એક્સપર્ટ, મિકેનિકલ વિભાગ, જીઇસી રાજકોટ (સભ્ય) (૧૧) ટેકનિકલ એક્સપર્ટ, આઇઆર (સભ્ય) સહિતનો સમાવેશ કરવામાં આવે છે. ઉકત કમિટિ દ્વારા અકસ્માતને લગત આનુષંગિક તમામ ટેકનિકલ, કાયદાકીય,પાસાઓને આવરી લઇ અકસ્માતનું કારણ અને તેને આનુષંગિક જવાબદારી અંગેનો પ્રાથમિક અહેવાલ એક મહિનામાં રજૂ કરશે ભવિષ્યમાં લેવા માટે જરૂરી સુધારાત્મક પગલાં સહિતનો વિસ્તૃત અહેવાલ ત્રણ મહિનામાં રજૂ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેજરીવાલ રાજકોટમાં: વિજય ભાઇ રૂપાણીની પ્રાર્થના સભામાં હાજરી આપશે
June 17, 2025 02:57 PMભારત પાસે પાકિસ્તાન કરતા વધુ પરમાણુ શસ્ત્રો: રશિયા પાસે સૌથી વધુ
June 17, 2025 02:48 PMખોટા દસ્તાવેજો બનાવવા તેમજ દાના ગુનાનો આરોપી આઠ માસે ઝડપાયો
June 17, 2025 02:47 PMપાલીતાણાના મોખડકા સહીત ત્રણ ગામોમાંથી ૩૧ લોકોને રેસ્ક્યુ કરાયા
June 17, 2025 02:46 PMગારિયાધારના લુવારા અને ફિફાદ વચ્ચે મેરામણ પુલમાં ખાનગી બસ ફસાઈ
June 17, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech