BREAKING NEWS

મહાપાલિકાના આઇએમએ આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય એનક્યુએએસ પ્રમાણપત્ર એનાયત

  • September 08, 2026 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના ઇસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૫ના આઇ.એમ.એ. શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એનએક્યુએસ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા નિયત ૧૨ ગુણવત્તાસભર સેવાઓ માટે ૯૩.૫૨ ટકા સાથે રાષ્ટ્રીય કક્ષાનું નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટ એનાયત કરાયુ હતું.ઉપરોક્ત આરોગ્ય કેન્દ્ર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટીમ દ્વારા સેવાઓનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રાથમિક આરોગ્ય ચકાસણી, ગર્ભવતી મહિલાઓ માટે સક્રિય દેખરેખ અને સલાહ, માતૃત્વ સંબંધિત સેવાઓ, બાળકોનાં સંપૂર્ણ વિકાસ માટે જરૂરી આરોગ્ય સેવાઓ, ચેપી અને બિનચેપી રોગોનું નિદાન અને સારવાર, ઇમરજન્સી આરોગ્ય સેવાઓ, શાળાના બાળકો માટે આરોગ્ય ચેકઅપ અને સારવાર વગેરે માટે નિયમિત ગુણવત્તા ચકાસણી, દર્દી કેન્દ્રીત સેવાઓની ઉપલબ્ધતાઓ, સ્ટાફની કામગીરી અને આ બાબતે જાણકારી સહિત જરૂરી તમામ માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી.આ સિદ્ધિ મેડિકલ ઓફિસર ડૉ.અંજની પેઢડીયા અને વોર્ડ નં.૫ આઇ.એમ.એ.શહેરી આરોગ્ય કેન્દ્રનાં તમામ કર્મચારીઓની મહેનતનું પરિણામ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application