BREAKING NEWS

મહાપાલિકાના એસઆઈ, બેકરી સંચાલક અને મહિલા ઘરે બેભાન થઇ ઢળી પડ્યા

  • August 31, 2026 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં વધતા હાર્ટ એટેકથી મૃત્યુના બનાવમાં વધુ ત્રણ હૃદય ધબકારા ચુકી જતા એક યુવક, આધેડ અને મહિલાનું મૃત્યુ થયું છે. લાપાસરી રહેતાં યુવાનનું રોલેક્‍સ રોડ પર તેમજ સોહમનગરમાં રહેતા મહાપાલિકાના એસઆઈ અને રામવન પાસે રહેતાં મહિલાનો સમાવેશ થાય છે. મળતી વિગત મુજબ કોઠારીયા નજીક લાપાસરીમાં રહેતાં વિનોદભાઇ ધરમશીભાઇ કોરાટ (ઉ.વ.૩૫)ના ગઇકાલે બાઇક હંકારી રોલેક્‍સ રોડ પર પોતાની બેકરીએ જતા હતા ત્‍યારે એકાએક તબીયત બગડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં સારવાર કારગત નીવડે પૂર્વે દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળો પુરા કર્યા હતા. મૃતક બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેઓ ખેતી કરવા સાથે બેકરી ચલાવતાં હતાં. બીજા બનાવમાં મોરબી રોડ પર સોહમનગરમાં રહેતાં કૌશિકકુમાર હરસિંગ ચોૈધરી (ઉ.વ.૫૨)ના આધેડ ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ જીવ બચી શક્યો નહતો. મૃતક મહાપાલિકામાં એસઆઇ તરીકે નોકરી કરતાં હતાં. સંતાનમાં બે દિકરા છે.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.ત્રીજા બનાવમાં આજીડેમ નજીક રામવન પાસે આવેલા રામ પાર્કમાં રહેતાં મમતાબેન જીતુભાઇ બાંભવા (ઉ.વ.૫૪)ના મહિલા ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતાં તાકીદે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર કારગત નીવડે પૂર્વે દમ તોડી દેતા પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી. મૃતકને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પતિ પશુપાલનનું કામ કરે છે. બનાવ અંગે આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application