BREAKING NEWS

મનપામાં પાંચ વર્ષમાં ૩૮ બોર્ડ મિટિંગ મળી; તમામમાં હાજર રહ્યા હોય તેવા કોર્પોરેટર ૯

  • February 28, 2026 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ મહાપાલિકાનાની વર્તમાન બોર્ડની મુદ્ત આગામી તા.૧૧ માર્ચ ૨૦૨૬ના રોજ પૂર્ણ થઇ રહી છે. પાંચ વર્ષના કાર્યકાળમાં કુલ ૩૮ બોર્ડ મિટિંગ યોજાઇ હતી. જેમાં ૧૮ વોર્ડના ૭૨ કોર્પોરેટરોમાંથી ફ્ક્ત ૯ કોર્પોરેટરોએ જ તમામ બોર્ડ મિટિંગમાં હાજરી આપી હોવાનું સામે આવ્યું છે. બોર્ડ મિટિંગમાં સૌથી વધુ ગેરહાજરી વોર્ડ નં.૧ના કોર્પોરેટર અને ધારાસભ્ય ભાનુબેન બાબરિયાની નોંધાઇ છે, તેઓ કુલ ૩૮માંથી ફક્ત ૨૧ બોર્ડ મિટિંગમાં જ હાજર રહ્યા હતા.

વર્ષ-૨૦૨૧થી ૨૦૨૬ની ટર્મમાં કુલ ૩૮ બોર્ડ મિટિંગ યોજાઇ હતી, આ તમામ ૩૮ બોર્ડ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હોય તેવા ફ્ક્ત ૯ કોર્પોરેટરમાં મેયર નયનાબેન પેઢડિયા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનિષભાઇ રાડીયા ઉપરાંત બાબુભાઇ ઉધરેજા, મંજુબેન કુંગશીયા, વિનોદભાઇ સોરઠીયા, મગનભાઇ સોરઠીયા, સોનલબેન સેલારા અને રૂચિતાબેન જોશી સહિતના નવનો સમાવેશ થાય છે.

કુલ ૩૮ બોર્ડ મિટિંગ પૈકી ફક્ત એક જ બોર્ડ મિટિંગમાં ગેરહાજર રહ્યા હોય અને ૩૭ બોર્ડ મિટિંગમાં હાજરી આપી હોય તેવા કોર્પોરેટરની સંખ્યા ૧૦ છે જેમાં દુર્ગાબા જાડેજા, અલ્પાબેન દવે, કંકુબેન દુધરેજા, રસિલાબેન સાકરીયા, દક્ષાબેન વસાણી, રાજેશ્રીબેન ડોડીયા, જયાબેન ડાંગર, નીતિનભાઇ રામાણી, નરેન્દ્રભાઇ ડવ અને કિર્તીબા રાણાનો સમાવેશ થાય છે.

રાજકોટ મહાપાલિકાના શાસકપક્ષ ભાજપના ૬૮ અને વિરોધપક્ષ કોંગ્રેસના ચાર સહિત ૧૮ વોર્ડના કુલ ૭૨ કોર્પોરેટરો કુલ ૩૮ પૈકી કેટલી બોર્ડ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા તેની વોર્ડવાઇઝ વિગત અત્રે પ્રસ્તુત છે. હવે શહેરીજનો જ નક્કી કરે કોણે શહેરની, શહેરીજનોની અને પ્રજાકીય પ્રશ્નોની કેટલી ચિંતા કરી છે.


વોર્ડ નં.૧

વોર્ડ નં.૧ના કોર્પોરેટર ભાનુબેન બાબરિયાએ ૨૧ બોર્ડમાં, દુર્ગાબા જાડેજાએ ૩૭ બોર્ડમાં, અલ્પેશભાઇ મોરજરીયાએ ૩૬ બોર્ડમાં, હિરેન ખીમાણીયાએ ૩૫ બોર્ડમાં હાજરી આપી હતી.


વોર્ડ નં.૨

વોર્ડ નં.૨ના કોર્પોરેટર ડો.દર્શિતાબેન શાહએ ૨૮ બોર્ડમાં, મીનાબા જાડેજાએ ૩૬ બોર્ડમાં, જયમીનભાઇ ઠાકરે ૩૨ બોર્ડમાં, મનિષ રાડીયાએ તમામ ૩૮ બોર્ડમાં હાજરી આપી હતી.


વોર્ડ નં.૩

વોર્ડ નં.૩ના કોર્પોરેટર અલ્પાબેન દવેએ ૩૭ બોર્ડમાં, કુસુમબેન ટેકવાણીએ ૩૪ બોર્ડમાં, બાબુભાઇ ઉધરેજાએ ૩૮ બોર્ડમાં, નરેન્દ્રસિંહ જાડેજાએ ૩૨ બોર્ડમાં હાજરી આપી હતી.


વોર્ડ નં.૪

વોર્ડ નં.૪ના કોર્પોરેટર કંકુબેન ઉધરેજાએ ૩૭ બોર્ડમાં, મેયર નયનાબેન પેઢડિયાએ ૩૮ બોર્ડમાં, કાળુભાઇ કુંગશીયાએ ૩૩ બોર્ડમાં, પરેશભાઇ પીપળીયાએ ૩૪ બોર્ડમાં હાજરી આપી હતી.


વોર્ડ નં.૫

વોર્ડ નં.૫ના રસિલાબેન સાકરીયાએ ૩૭ બોર્ડમાં, વજીબેન ગોલતરે ૩૨ બોર્ડમાં, હાર્દિક ગોહિલે ૩૫ બોર્ડમાં, દિલીપભાઇ લુણાગરીયાએ ૩૪ બોર્ડમાં હાજરી આપી હતી.


વોર્ડ નં.૬

વોર્ડ નં.૬ના કોર્પોરેટર દેવુબેન જાદવે ૩૬ બોર્ડમાં, મંજુબેન કુંગશીયાએ ૩૮ બોર્ડમાં, પરેશ પીપળીયાએ ૩૫ બોર્ડમાં, ભાવેશ દેથરીયાએ ૩૩ બોર્ડમાં હાજરી આપી હતી.


વોર્ડ નં.૭

વોર્ડ નં.૭ના જયશ્રીબેન ચાવડાએ ૩૪ બોર્ડમાં, વર્ષાબેન પાંધીએ ૩૬ બોર્ડમાં, દેવાંગભાઇ માંકડે ૩૫ બોર્ડમાં, નેહલભાઇ શુક્લે ૩૧ બોર્ડમાં હાજરી આપી હતી.



વોર્ડ નં.૮

વોર્ડ નં.૮ના કોર્પોરેટર ડો.દર્શનાબેન પંડ્યાએ ૩૫ બોર્ડમાં, પ્રિતીબેન દોશીએ ૩૩ બોર્ડમાં, અશ્વિનભાઇ પાંભરે ૩૫ બોર્ડમાં અને બિપીનભાઇ બેરાએ ૩૫ બોર્ડમાં હાજરી આપી હતી.


વોર્ડ નં.૯

વોર્ડ નં.૯ના આશાબેન ઉપાધ્યાયે ૩૫ બોર્ડમાં, દક્ષાબેન વસાણીએ ૩૭ બોર્ડમાં, જીતુભાઇ કાટોડીયાએ ૩૬ બોર્ડમાં જ્યારે પુષ્કરભાઇ પટેલે ૩૧ બોર્ડ મિટિંગમાં હાજરી આપી હતી.



વોર્ડ નં.૧૦

વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર રાજેશ્રીબેન ડોડીયાએ ૩૭ બોર્ડમાં, જ્યોત્સનાબેન ટીલાળાએ ૩૫ બોર્ડમાં, ચેતનભાઇ સુરેજાએ ૩૫ બોર્ડમાં, નરેન્દ્રસિંહ વાઘેલાએ ૩૬ બોર્ડમાં હાજરી આપી હતી.


વોર્ડ નં.૧૧

વોર્ડ નં.૧૧ના ભારતીબેન પાટલીયાએ ૩૧ બોર્ડમાં, લીલુબેન જાદવે ૩૮ બોર્ડમાં, રણજીતભાઇ સાગઠીયાએ ૩૬ બોર્ડમાં, વિનોદભાઇ સોરઠીયાએ ૩૮ બોર્ડમાં હાજરી આપી હતી.



વોર્ડ નં.૧૨

વોર્ડ નં.૧૨ના મિત્તલબેન લાઠીયાએ ૩૫ બોર્ડમાં, અસ્મિતાબેન દેલવાડીયાએ ૩૪ બોર્ડમાં, મગનભાઇ સોરઠીયાએ ૩૮ બોર્ડમાં અને પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવે ૩૬ બોર્ડમાં હાજરી આપી હતી.


વોર્ડ નં.૧૩

વોર્ડ નં.૧૩ના જયાબેન ડાંગરે ૩૭ બોર્ડમાં, સોનલબેન સેલારાએ ૩૮ બોર્ડમાં, નીતિન રામાણીએ ૩૭ બોર્ડમાં અને સુરેન્દ્રસિંહ વાળાએ ૩૬ બોર્ડમાં હાજરી આપી હતી.


વોર્ડ નં.૧૪

વોર્ડ નં.૧૪ના ભારતીબેન મકવાણાએ ૩૬ બોર્ડમાં, વર્ષાબેન રાણપરાએ ૩૫ બોર્ડમાં, કેતનભાઇ પટેલે ૩૪ બોર્ડમાં, નિલેશભાઇ જલુએ ૩૪ બોર્ડમાં હાજરી આપી હતી.


વોર્ડ નં.૧૫

જ્યાંથી ચારેય કોર્પોરેટર વિરોધપક્ષ કોંગ્રેસના છે તે વોર્ડ નં.૧૫ના કોમલબેન ભારાઇએ ૨૫ બોર્ડમાં, ભાનુબેન સોરાણીએ ૩૩ બોર્ડમાં, વશરામભાઇ સાગઠીયાએ ૨૪ બોર્ડમાં અને મકબૂલ દાઉદાણીએ ૨૪ બોર્ડમાં હાજરી આપી હતી.


વોર્ડ નં.૧૬

વોર્ડ નં.૧૬ના કંચનબેન સિધ્ધપુરાએ ૩૬ બોર્ડમાં, રૂચિતાબેન જોશીએ ૩૮ બોર્ડમાં, નરેન્દ્રભાઇ ડવે ૩૭ બોર્ડમાં અને સુરેશભાઇ વસોયાએ ૩૫ બોર્ડમાં હાજરી આપી હતી.


વોર્ડ નં.૧૭

વોર્ડ નં.૧૭ના અનિતાબેન ગૌસ્વામીએ ૨૫ બોર્ડમાં, કિર્તીબા રાણાએ ૩૭ બોર્ડમાં, રવજીભાઇ મકવાણાએ ૩૪ બોર્ડમાં અને વિનુભાઇ ઘવાએ ૩૧ બોર્ડમાં હાજરી આપી હતી.


વોર્ડ નં.૧૮

જ્યારે વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર દક્ષાબેન વાઘેલાએ ૩૪ બોર્ડમાં, ભારતીબેન પરસાણાએ ૩૩ બોર્ડમાં, સંજયસિંહ રાણાએ ૩૬ બોર્ડમાં અને સંદીપ ગાજીપરાએ ૩૨ બોર્ડ મિટિંગમાં હાજરી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application