રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાંથી બાંધકામ પ્લાન મંજૂર કરાવ્યા બાદ પ્લાનથી વિરૂધ્ધનું બાંધકામ કર્યું હોય તેવા ૨૦ આર્કિટેક્ટસ અને કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સ ને નોટિસ ફટકારવામાં આવી છે, જે પૈકી એકનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકામાં ગત તા.૨૦ નવેમ્બરના રોજ મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષ સ્થાને અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં મળેલી જનરલ બોર્ડ મિટિંગના પ્રશ્નકાળમાં વિપક્ષના કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયાએ ઇનવર્ડ કરાવેલા પ્રશ્નના લેખિત પ્રત્યુતરમાં ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ ઓફિસરએ જાહેર કરેલી વિગતો અનુસાર , રાજકોટ મહાપાલિકામાં ઇમ્પેક્ટ ફીની સ્કિમ-૨૦૨૨ અંતર્ગત તા.૧-૧૦-૨૦૨૨થી તા.૧૧- ૧૧-૨૦૨૫ સુધીમાં કુલ ૧૪,૮૧૦ અરજીઓ આવેલ છે તે પૈકી કુલ ૪૯૨૭ અરજીઓ મંજુર કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં અરજદારો દ્વારા માન્ય પરવાનેદાર મારફત બાંધકામ પ્લાન મંજુર કરાવી સ્થાનિકે બાંધકામ કરવામાં આવતાં હોય છે, આવા મંજુર થયેલ મુજબ સ્થાનિકે બાંધકામ કરવાની જવાબદારી સી.જી.ડી.સી.આર. મુજબ અરજદાર તથા આર્કિટેક્ટ કે એન્જીનીયરની હોય છે. આવા બાંધકામો પૈકી મંજુર થયેલ પ્લાનથી વિરુધ્ધનું બાંધકામ થયેલ હોય, તેવા બાંધકામોના આર્કિટેક્ટ-એન્જીનીયરને કુલ ૨૦ નોટીસો પાઠવવામાં આવેલ છે. જે પૈકી એક એન્જીનીયર વિપુલ કે.કાસમપરાનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
આટલા આર્કિટેક્ટ-એન્જિનિયરને નોટિસ
૧.હરદીપ વાઢેર
૨.આશિષ નડિયાપરા
૩.ચિરાગ રાઠોડ
૪.સંદીપ અરવિંદભાઇ પોંકિયા
૫.વિશાલ સરધારા
૬.મૌક્તિકભાઇ ત્રિવેદી
૭.કિરણ સોલંકી
૮.વિશાલ સરધારા
૯.મનિષભાઇ રૂપારેલિયા
૧૦.પ્રશાંત જે.મોલીયા
૧૧.વિપુલ કે.કાસમપરા (લાયસન્સ સસ્પેન્ડ)
૧૨.ભાર્ગવ રાજેન્દ્રભાઇ અંટાળા
૧૩.મનદીપ વૈષ્ણવ
૧૪.દર્શિત વી.મહેતા
૧૫.ધ્રુવકુમાર લીંબાસીયા
૧૬.નિશાંત કે.દોમડિયા
૧૭.હરીશભાઇ વૈદ્ય
૧૮.અંકિત રાખોલીયા
૧૯.રવિ ડોબરીયા
૨૦.શની હેરમા