BREAKING NEWS

શુધ્ધ ઘીના ૧૫ ધંધાર્થી ઉપર મનપાના દરોડા

  • October 07, 2025 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા દિવાળીના તહેવારો પૂર્વેના સર્વેલન્સ ચેકિંગ શુધ્ધ ઘીના વિક્રેતાઓના એકમો તપાસવામાં આવેલ તેમજ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ શુધ્ધ ઘીના વિક્રેતાઓને ત્યાં દરોડા કાર્યવાહી હાથ ધરીને શહેરના વિવિધ વિસ્તારોમાંથી બ્રાન્ડેડ અને નોન બ્રાન્ડેડ દેશી શુધ્ધ ઘીના સેમ્પલ લેવાયા હતા.

રાજકોટ શહેરમાં વર્ષોથી શુધ્ધ ઘીનો વેપાર ભેળસેળને કારણે શંકાના દાયરામાં રહ્યો છે, કહેવાતા શુધ્ધ ઘીમાં ક્યારેક વેજિટેબલ ઘી તો ક્યારેક વેજિટેબલ ઓઈલની ભેળસેળ અગાઉ અનેક વખત સામે આવી ચુકી છે તેમ છતાં ધંધાર્થીઓ ભેળસેળ બંધ કરતા ન હોય તાજેતરમાં વધુ એક વખત શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા કાર્યવાહી હાથ ધરીને કુલ ૧૫ સેમ્પલ લઇ પરીક્ષણમાં મોકલાયા છે.

ખાસ કરીને શુધ્ધ ઘીમાં ભેળસેળ ઝડપાયા બાદ પણ ધંધાર્થીઓ યેનકેન પ્રકારે અથવા તો દંડની રકમ ભરપાઇ કરીને છૂટી જતા હોય ફરી એ જ પ્રવૃતિ શરૂ કરે છે, ક્યારેક પેઢીનું નામ બદલીને ફરી ધંધો શરૂ કરતા હોવાનું પણ ભૂતકાળમાં સામે આવ્યું હતું.

કહેવાતા શુધ્ધ ઘી સહિતના ભેળસેળીયા ખાદ્યપદાર્થોને કારણે જ મોટાભાગના નાગરિકો હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક અને કેન્સર જેવા રોગોનો ભોગ બનતા હોય સ્વાસ્થ્ય વર્ધક એવું શુધ્ધ ઘી હવે લોકો માટે સ્વાસ્થ્ય નાશક બની રહ્યું છે.



રાજકોટમાં આટલા સ્થળેથી સેમ્પલ લેવાયા

૧. શુધ્ધ ઘી (લુઝ): સ્થળ -જય બજરંગ ડેરી ફાર્મ, શિવનગર મેઇન રોડ, ગ્રીન લેન્ડ ચોકડી પાસે


૨. શુધ્ધ ઘી (લુઝ): સ્થળ -શ્રી રામ ડેરી ફાર્મ, અભિરામ પાર્ક મેઇન રોડ, શ્રીરામ પાર્ક સામે, મોરબી રોડ


૩. શુધ્ધ ઘી (લુઝ): સ્થળ - મધુવન ડેરી ફાર્મ, પેરેડાઈઝ હોલ સામે, ચંદન પાર્ક મેઇન રોડ, રૈયા રોડ


૪. શુધ્ધ ઘી (લુઝ): સ્થળ - ધારેશ્વર ડેરી ફાર્મ, શ્યામલ વર્ટીકસ શોપ નં.૬-૭, આલાપ ગ્રીન સીટી સામે, સાધુ વાસવાણી રોડ, રાજકોટ.


૫.શુધ્ધ ઘી (લુઝ): સ્થળ -મહાવીર સ્ટોર્સ, ૨- ગુંદાવાડી


૬.શુધ્ધ ઘી (લુઝ): સ્થળ -વર્ધમાન પ્રોવિઝન સ્ટોર, ભક્તિનગર સર્કલ, ગીતા મંદિર મેઇન રોડ


૭. શુધ્ધ ઘી (લુઝ): સ્થળ -જલારામ ઘી ડીપો, જ્યુબેલી શાક માર્કેટ સામે, રાજકોટ.


૮. શુધ્ધ ઘી (લુઝ): સ્થળ -વોલ્ગા ઘી ડિપો, કેવડાવાડી મેઇન રોડ


૯. શુધ્ધ ઘી (લુઝ): સ્થળ -જય માટેલ સ્વીટ એન્ડ નમકીન, નવા થોરાળા, ૪-રામનગર, ૮૦ ફૂટ રોડ


૧૦. ડાયનામિક્સ કાઉ ઘી (લુઝ): સ્થળ -રાધે સુપર માર્કેટ, નાના માવા રોડ, રાજનગર ચોક પાસે


૧૧. માહી ગાયનું ઘી (૨૦૦ એમએલ જાર પેકિંગ) સ્થળ -રાધે સુપર માર્કેટ, નાના માવા રોડ, રાજનગર ચોક પાસે


૧૨. અમૂલ ગાયનું શુધ્ધ ઘી (૨૦ એમએલ પેક) સ્થળ -બાલાજી સુપર માર્કેટ, સેટેલાઇટ પાર્ક-૩, ગાર્ડન સામે, સેટેલાઇટ ચોક, મોરબી રોડ


૧૩. શ્રી શ્રી તત્વ ગાયનું શુધ્ધ ઘી ૧૦૦ એમ એલ જાર પેકિંગ, સ્થળ -ઓમ સુપર માર્કેટ, ૧-૨ જય વર્ધીની કોમ્પ્લેક્ષ, સાધુવાસવાણી રોડ


૧૪. શ્રીમલ ગાયનું શુધ્ધ ઘી ૧૦૦ એમએલ પેકડ જાર સ્થળ -ઓમ સુપર માર્કેટ, ૧-૨ જય વર્ધીની કોમ્પ્લેક્ષ, સાધુવાસવાણી રોડ, રાજકોટ.


૧૫. ગૌ ક્રિશ ઘી ૨૦૦ એમએલ પેકિંગ જાર: સ્થળ -ધારેશ્વર ડેરી ફાર્મ, શ્યામલ વર્ટીકશ શોપ નં.૬-૭, આલાપ ગ્રીન સિટી પાસે, સાધુવાસવાણી રોડ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application