BREAKING NEWS

ટાઈફોઈડના કેસ વધતા પાણીપુરીના ૪૦ ધંધાર્થીઓ ઉપર મહાપાલિકાના દરોડા

  • January 06, 2026 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રોગચાળાની સિઝનને અનુલક્ષીને સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અલગ અલગ ઝોનમાં આવેલ પાણીપૂરીનું વેચાણ કરતાં કુલ ૪૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૦ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ તેમજ કુલ મળી અંદાજિત ૭૨ કિ.ગ્રા/લિટર વાસી અખાદ્ય ચીજોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, ચેકીંગ દરમિયાન

(૧)ક્રિષ્ના મારવાડી પાણીપુરી (સાધુ વાસવાણી રોડ) -૧૦ કિ.ગ્રા. વાસી અખાદ્ય બાફેલા બટેટાનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨)ગાયત્રી પાણીપુરી (રાધે ક્રિષ્ના ચોક, સાધુ વાસવાણી રોડ) ચાર કિ.ગ્રા. વાસી અખાદ્ય બાફેલા બટેટાનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૩)શ્રીદેવ પાણીપુરી (સાધુ વાસવાણી રોડ) બે કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો નાશ (૪)બાલાજી પાણીપુરી (સાધુ વાસવાણી રોડ) બે કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૫)અનમોલ અમદાવાદ પાણીપુરી (ભિલવાસ મેઇન રોડ) બે કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૬)ક્રિષ્ના પાણીપુરી (ગોંડલ રોડ, સમૃદ્ધિ ભવન સામે) પાંચ લિટર વાસી મીઠું પાણીનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૭)હર્ષિતભાઈ કોલ્ડ પાણીપુરી (લક્ષ્મીવાડી મેઇન રોડ, પુલ પાસે ) -૧૨ લિટર વાસી ફ્લેવર્ડ પાણીનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૮)ભોલેનાથ પાણીપુરી (૮૦ ફૂટ રોડ, શેઠ હાઈસ્કૂલ સામે) ત્રણ કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો તથા આઠ લિટર વાસી મીઠા પાણીનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૯)શિવાભાઈ પાણીપુરી વાળા (બોલબાલા માર્ગ, ગીતાંજલી સોસા. પાસે) -૨૦ લિટર વાસી મીઠું પાણી તથા ફ્લેવર્ડ પાણીનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૦)જય બાલાજી પાણીપુરી (બોલબાલા માર્ગ, વાલકેશ્વર સોસા. પાસે) ચાર કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ તથા (૧૧)રાજા પાણીપુરી (ઢેબર રોડ, આર્યસમાજ સામે) (૧૨)રાધાક્રિષ્ના પાણીપુરી (ઢેબર રોડ) (૧૩)ગણેશ પાણિપુરી (પેલેસ રોડ, પદ્મ કુંવરબા હોસ્પિટલ પાસે) (૧૪)મહાકાળી પાણીપુરી (ગીતા મંદિર રોડ) (૧૫)રાધેશ્યામ દિલ્લી ચાટ & પાણીપુરી (મિલપરા પૂજારા પ્લોટ રોડ કોર્નર) (૧૬)વિષ્ણુ પાણીપુરી (શેઠ હાઈસ્કૂલ સામે, 80 ફૂટ રોડ) (૧૭)વિશાલ પાણીપુરી (શેઠ હાઈસ્કૂલ સામે, 80 ફૂટ રોડ) (૧૮)અનિલ પાણીપુરી (બોલબાલા માર્ગ) (૧૯)શ્યામ પાણીપુરી (બોલબાલા માર્ગ) (૨૦)રાધિકા પાણીપુરી (ગોંડલ રોડ, પીડીએમ પાસે) (૨૧)અમનભાઈ કી પાણીપુરી (ગોંડલ રોડ, પીડીએમ પાસે) (૨૨)ક્રિષ્ના પાણીપુરી સેન્ટર (અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ) (૨૩)બાલાજી પાણીપુરી & ભેળ સેન્ટર (અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ) (૨૪)ખોડિયાર પાણીપુરી (ક્રુષ્ણ નગર મેઇન રોડ) (૨૫)ડી. જે. પાણીપુરી (જયંત કે. જી. રોડ) (૨૬)બોમ્બે સ્ટાઈલ ભેળ(માલવિયા ચોક, યાજ્ઞિક રોડ) (૨૭)રોશની પાણીપુરી (લીમડા ચોક) (૨૮)કનૈયા પાણીપુરી (મોટી ટાંકી ચોક) (૨૯)શંકર પાણીપુરી (બ્રમ્હસમાજ ચોક, રૈયા રોડ) (૩૦)શંકર પાણીપુરી (બ્રમ્હસમાજ ચોક, રૈયા રોડ) (૩૧)ગાયત્રી પાણીપુરી (રાધે કૃષ્ણ ચોક, સાધુવાસવાણી રોડ) (૩૨)ભોલેનાથ પાણીપુરી (પાટીદાર ચોક, સાધુવાસવાણી રોડ) (૩૩)ધર્મેન્દ્ર પાણીપુરી (સાધુવાસવાણી રોડ) (૩૪)બોમ્બે સ્ટાઈલ પાણીપુરી (પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ) (૩૫)શ્રી ગણેશ પાણીપુરી (ઇન્દિરા સર્કલ પાસે, 150 ફૂટ રોડ) (૩૬)ગોલ ગપ્પે પાણીપુરી (રેસકોર્સ ગ્રાઉંડ) (૩૭)ક્રિષ્ના પાણીપુરી (રેસકોર્સ ગ્રાઉંડ) (૩૮)લક્ષ્મી પાણીપુરી (કુવાડવા રોડ) (૩૯)બાલાજી પાણીપુરી (કુવાડવા રોડ) (૪૦)ભેરુનાથ પાણીપુરી (૮૦ ફૂટ રોડ, કુવાડવા રોડ) ની ચકાસણી કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application