BREAKING NEWS

રેસકોર્સમાં લોકમેળાના ઉદઘાટન પૂર્વે મનપાના દરોડા; ૧૦ કિલો સડેલા બટેટા ઝડપાયા

  • September 02, 2026 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા આજે રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમી લોકમેળાનું ઉદઘાટન થાય તે પૂર્વે જ ખાણીપીણીના સ્ટોલમાં દરોડા કાર્યવાહી હાથ ધરીને ૧૦ કિલો સડેલા બટેટાનો જથ્થો જપ્ત કરી સ્થળ ઉપર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો.વધુમાં મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ફૂડ રજીસ્ટ્રેશન અને લાયસન્સ અંગેની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં અંદાજિત ૫૦ જેટલા ફૂડ બિઝનેસ ઓપરેટરોને આવરી લેવામાં આવ્યા હતા.ફૂડ વિભાગ દ્વારા તમામ ફૂડ સ્ટોલ ધારકોને ખાદ્ય ચીજવસ્તુઓની ખરીદી સમયે બરાબર ચકાસણી કરીને જ સંગ્રહ કરવા તાકીદ કરવામાં આવી છે. સાથે જ સ્થળ પર હાઇજેનિક કન્ડિશન જાળવવા માટે કડક સૂચના આપવામાં આવી છે. લોક મેળા તેમજ ખાનગી મેળાઓમાં સઘન ચેકિંગની કામગીરી ચાલુ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application