BREAKING NEWS

ન્યૂ યર 2026 પૂર્વે કેક અને પેસ્ટ્રીના ધંધાર્થીઓ ઉપર મહાપાલિકાના દરોડા

  • December 26, 2025 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટમાં ક્રિસમસના દિવસે કેક પેસ્ટ્રીનું ધૂમ વેંચાણ થયા બાદ હવે મહાનગરપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા ન્યૂ યર ૨૦૨૬ પૂર્વે કેક અને પેસ્ટ્રીની દુકાનોમાં સરપ્રાઈઝ ચેકીંગ અને સેમ્પલિંગ કરવાના હેતુથી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વિશેષમાં મહાપાલિકાના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ સેફ્ટી ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે વિવિધ સ્થળોએથી સેમ્પલ પણ લેવાયા હતા જેમાં (૧) સ્વીસ ચોકલેટ કેક (લુઝ)નું સેમ્પલ સ્થળ- શ્રી ભવાની સેલ્સ એજન્સી, આઇસીઆઈસીઆઈ બેન્ક પાસે, કાલાવડ રોડ, રાજકોટ (૨)ડબલ ડિલાઇટ કેક લુઝનું સેમ્પલ સ્થળ- ધ કેક બાર, પીનેકલ બિલ્ડીંગ, કોટેચા ચોક, કાલાવડ રોડ, રાજકોટ (૩) બટર સ્કોચ કેક લુઝનું સેમ્પલ સ્થળ- કે.પી. ફૂડ્સ (કેક ફોરેસ્ટ એટીએમ), પીનેકલ બિલ્ડીંગ, કોટેચા ચોક, કાલાવડ રોડ, રાજકોટ (૪) જર્મન ચોકલેટ કેક લુઝનું સેમ્પલ સ્થળ- બેક હાઉસ, પીનેકલ બિલ્ડીંગ, કોટેચા ચોક, કાલાવડ રોડ, રાજકોટ (૬) પ્લમ કેક લુઝનું સેમ્પલ સ્થળ- પ્રાઈડ ડેલિસીયસ બેકર્સ, પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ, રાજકોટ (૬) પાઈનેપલ કેક (લુઝ)નું સેમ્પલ સ્થળ- પ્રાઈડ ડેલિસીયસ બેકર્સ, પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ, રાજકોટ (૭) કસાટા પેસ્ટ્રી (લૂઝ): સ્થળ- માહિ લાઈવ બેકરી, જલારામ-૪, યુનિવર્સિટી રોડ, રાજકોટ અને (૮) ચોકો આલ્મંડ કુકીઝ લૂઝનું સેમ્પલ સ્થળ- માહિ લાઈવ બેકરી, જલારામ-૪, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતેથી લેવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application