BREAKING NEWS

અવધ રોડ ઉપર ૫૦ લાખના ખર્ચે ભવ્ય ગાર્ડન બનાવશે મહાપાલિક

  • February 20, 2026 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરની છેવાડે રહેતા માનવીઓને સુવિધા આપવાની દરખાસ્ત મંજૂર, ટૂંક સમયમાં કામ શરૂ થશ

રાજકોટની ભાગોળે કાલાવડ રોડને લાગુ વોર્ડ નં.૯ના અવધ રોડ ઉપર .૫૦ લાખના ખર્ચે ભવ્ય ગાર્ડન બનાવવાની દરખાસ્ત આજરોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં મંજૂર થયાનું ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું, તેમણે ઉમેયુ હતું કે શહેરની છેવાડાના વિસ્તારોમાં રહેતા માનવીઓને સુવિધા આપવાના ભાગપે આ પ્રોજેકટ મંજૂર કરાયો છે.
રાજકોટ મહાપાલિકા દ્રારા વોર્ડ નં.૯માં ટી.પી.સ્કીમ નં.૧૭ (મુંજકા)ના ફાઇનલ પ્લોટ નં.૯૩માં અવધ રોડ ઉપર નિર્વાણા ટાવરની સામેનાં પ્લોટમાં ગાર્ડન ડેવલપ કરવામાં આવશે જેમાં કુલ ૩૨૨૭ ચોરસ મીટરમાં ૭૦૦ ચોરસ મીટર લોન એરીયા, ૪૦૦ ચોરસ મીટર ઓપન એમ્પીથીયેટર, ચિલ્ડ્રન પ્લે એરીયા અને એકસરસાઇઝ એરીયા અંદાજે ૬૫૦ ચોરસ મીટર તથા અન્ય પેવીંગ બ્લોક, ચેઇનલીંક જાળી કરી કુલ .૪૯ લાખ ૬૯ હજાર ૬૪૧ના ખર્ચે ગાર્ડન બનાવાશે. આ કામનો કોન્ટ્રાકટ ૩.૯૯ ટકા ઓથી ગુકૃપા કન્સ્ટેકશનને આપવાનું સ્ટેન્ડિંગ કમિટીએ સર્વાનુમતે મંજૂર કયુ હતું, હવે ટૂંક સમયમાં જ ગાર્ડનનું કામ શ થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application