BREAKING NEWS

રાજકોટવાસીઓ ઉમટી પડજો, મહાપાલિકા દ્વારા કાલે રેસકોર્સથી સ્વદેશી સાયક્લોથોન

  • December 24, 2025 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા દ્વારા આવતીકાલે તા.૨૫ને ગુરુવારના રોજ સવારે ૬:૩૦ કલાકે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે સ્વદેશી સાયક્લોથોન યોજાનાર છે. જ્યારે તા.૨૮ને રવિવાર રોજ સવારે ૦૬:૩૦ કલાકે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે સ્વદેશી રનનું આયોજન કરવામાં આવેલ છે.

અત્યાર સુધીમાં ૩૦૮૮ નાગરિકોએ સ્વદેશી સાયક્લોથોન અને ૨૭૧૮ નાગરિકોએ સ્વદેશી રનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ અને ભાગલેનાર દરેક નાગરિક ઇવેન્ટ પૂરી થયા બાદ સર્ટીફીકેટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે. સ્વદેશી રનમાં રજીસ્ટ્રેશન કરાવવા માટેની અંતિમ તારીખ:૨૬-૧૨-૨૦૨૫ને સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી રહેશે.

તા.૨૫-૧૨-૨૦૨૫ના રોજ આયોજિત સ્વદેશી સાયક્લોથોનનું ફ્લેગ ઓફ વિધાનસભા-૬૯ના ધારાસભ્યશ્રી ડૉ. દર્શિતાબેન શાહના વરદ હસ્તે કરવામાં આવશે તેમજ તા.૨૮-૧૨-૨૦૨૫ના રોજ આયોજિત સ્વદેશી રનનું ફ્લેગ ઓફ રાજકોટ શહેર ભાજપના પ્રમુખ ડૉ. માધવ દવેના વરદ હસ્તે કરવામાં આવશે. આ બંને કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકા મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.

સ્વદેશી સાયક્લોથોન અને સ્વદેશી રન કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application