BREAKING NEWS

ભેળસેળ પકડવા કાલાવડ રોડ પર મનપા બનાવાશે ફૂડ લેબોરેટરી; અંતે દરખાસ્ત રજૂ

  • October 15, 2026 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ખાણીપીણીના પદાર્થોમાં થતી ભેળસેળ પકડવા માટે લેવાતા સેમ્પલ હવે રાજકોટથી બરોડા કે પુના ફૂડ લેબોરેટરીમાં મોકલવા પડશે નહીં હવે રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવનારી આધુનિક લેબોરેટરીમાં ગણતરીના દિવસોમાં સેમ્પલના રિપોર્ટ આવશે. રાજકોટમાં આધુનિક ફૂડ લેબ બનાવવા આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

વિશેષમાં દરખાસ્ત અંગે પ્રાપ્ત વિગતો મુજબ,

વોર્ડ નં.૧૦માં અદ્યતન કુડ લેબોરેટરી, આરોગ્ય કેન્દ્ર તથા મેલેરીયા ઓફિસ બનાવવા રૂ.૫.૪૨ કરોડના એસ્ટીમેટ સાથે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવતા કુલ સાત એજન્સી આવી હતી જેમાંથી છ ક્વોલીફાય થઇ હતી જેમાં લોએસ્ટ વન એજન્સી સુર્યા કોર્પોરેશન દ્વારા ૩.૬૦ ટકા ડાઉન ભાવની ઓફર રજૂ કરાઇ હતી જે મુજબ જીએસટી સહિત રૂ.૫.૨૨ કરોડમાં કામ કરવા તૈયારી દર્શાવી છે.

હાલ રાજકોટ મહાનગરપાલિકા હસ્તક કોઇ ફુડ લેબોરેટરી ન હોય, શહેરમાં મેળવવામાં આવતા વિવિધ ફુડનાં સેમ્પલો પરિક્ષણ અર્થે બરોડા ગવર્નમેન્ટ લેબ ખાતે મોકલાવવામાં આવતાં હોય, જેનાં પરિણામો પ્રાપ્ત થવામાં વધારે સમય પસાર થાય છે, જેથી રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ફૂડ લેબોરેટરી બનાવવાની જરૂરીયાત છે.

આ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર તથા મેલેરીયા ઓફિસ બનાવવાની જરૂરીયાત હોઇ, તા.૨૦/૧૧/૨૦૨૪ ની વોર્ડ કમિટીની મીટીંગમાં કોર્પોરેટરશ્રીઓ દ્વારા સુચવાયેલ છે.

આ કામ થવાથી દીપવન પાર્ક મેઈન રોડ, સયાજી હોટલ પાછળ આરોગ્ય કેન્દ્ર તથા મેલેરીયા ઓફિસ બનાવવાથી સદરહું વિસ્તાર આસપાસના રહેવાસીઓને નજીકમાં નાગરિક સુવિધાઓ મળી રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા હસ્તક ફુડ લેબોરેટરી તૈયાર થાય તો સેમ્પલ પરિક્ષણનાં પરિણામો ઝડપથી મળી રહે, જેથી સમયની બચત થશે અને કરવાની થતી કાર્યવાહીમાં ઝડપ આવશે. જે અંતર્ગત સદર કામોની અગત્યતાને ધ્યાને લેતા આ કામો કરવા જરૂરી છે.

આ કામે અંદાજે રર૬૦ ચોરસ મીટર પ્લોટ એરીયામાં ગ્રાઉન્ડ ફલોર ઉપર આરોગ્ય કેન્દ્ર તથા પ્રથમ માળે ફુડ લેબોરેટરી, બીજા માળ પર વોટર ટેસ્ટીંગ લેબ, ઇન્સ્ટ્રુમેન્ટ રૂમ, પેન્ટ્રી, મેલેરીયા ડિપાર્ટમેન્ટ લંચ સીટીંગ સ્પેસ, દરેક ફ્લોર પર ટોયલેટ બ્લોક તથા લીફટની સુવિધાના કામનો સમાવેશ કરવામાં આવેલ છે. આરોગ્ય કેન્દ્ર ૧૦,૬૫૬ ચોરસ ફૂટ, ફૂડ લેબોરેટરી ૧૭,૧૦૦ ચો. ફૂટ અને મેલેરિયા ઓફિસનું ૧૦૦૦ ફૂટ જેટલું બાંધકામ થશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application